જૂનાગઢ શહેર અને જીલ્લામાં કોરોનાનાં કેસનાં ચિંતાજનક ઢબે વધારો થઈ રહ્યો છે. આ વધારાનાં પગલે આમ જનતામાં ભય અને જાેખમની લાગણી ઉઠવા પામી છે. કોરોનાથી કેમ બચવું ? એ જ મોટો સવાલ આજે ચર્ચાનો વિષય બની ગયો છે. સંશોધનકારો સતત કોરોના વાયરસને નાબુદ કરવા માટેની રસીની શોધ કરી રહ્યાં છે. પરંતુ આ રસી કયારે શોધાઈ અને તેની દવા માર્કેટમાં આવે ત્યારની વાત ત્યારે પરંતુ હાલ તો સંભવિત જાેખમગ્રસ્ત વચ્ચે લોકોની જીંદગી બની ગઈ છે. જૂનાગઢ શહેર અને જીલ્લામાં કોરોનાનાં એક પણ કેસ નોંધાયા ન હતા અને ગુજરાતનાં ૩૩ જીલ્લાઓમાંથી એક માત્ર જૂનાગઢ જીલ્લો બાકાત રહ્યો હતો. પરંતુ પાંચમાં મહિનાથી જ જૂનાગઢ શહેર અને જીલ્લામાં કોરોનાનાં પોઝિટીવ દર્દીઓની એન્ટ્રી થતાં આ રફતાર સતત ચાલુ રહી છે. ગઈકાલે બપોરે જૂનાગઢ સીટીનાં ૯ કેસ અને ગ્રામ્ય વિસ્તારનાં ર કેસ મળી કુલ ૧૧ કેસોની એન્ટ્રી થઈ છે. કોર્પોરેશન વિસ્તારમાં આવેલાં ૯ જેટલાં કેસોને પગલે જે-તે વિસ્તારમાં કન્ટેઈન્મેન્ટ એરીયા અને બફર ઝોન જાહેર કરવામાં આવી રહ્યાં છે. કલેકટરશ્રી દ્વારા જૂનાગઢની જનતાની સલામતી માટે નવું જાહેરનામું અમલમાં આવ્યું છે. આ સાથે જ જૂનાગઢ સ્થાનિક આરોગ્ય તંત્ર તેમજ જૂનાગઢ જીલ્લા આરોગ્ય તંત્રની ટીમો દ્વારા પણ જૂનાગઢ શહેર અને જૂનાગઢ જીલ્લામાં સેનેટાઈઝ વિસ્તાર અને અન્ય પગલાઓ લેવામાં આવી રહ્યાં છે. એક તરફ કોરોનાનાં કેસોનો સતત ઉછાળો અને બીજી તરફ ચોમાસાની સિઝન પણ આગેકુચ કરી રહી છે. તેવા સમયમાં કોરોનાની સાથે-સાથે તાવ, શરદી, ઉધરસ, ડાયેરીયા તથા અન્ય રોગચાળો પણ ફેલાઈ તેવી શકયતા છે. જૂનાગઢ શહેરમાં તમામ વિસ્તારોમાં આરોગ્ય વિષયક પગલાં ભરવાની તાતી જરૂરીયાત ઉઠવા પામી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews