કેશોદમાંથી ૧૯ બોટલ દારૂ ઝડપાયો

કેશોદ પોલીસ સ્ટેશનનાં એએસઆઈ બી.એન.ગળચર અને સ્ટાફે ચોક્કસ બાતમીનાં આધારે આંબાવાડી નજીક દારૂ અંગે દરોડો પાડતાં આ કામનાં આરોપી દિલીપભાઈ અશોકભાઈ માવદીયાએ ગેરકાયદેસર પાસ-પરમીટ વગર પોતાના હવાલાની મોટરસાયકલ ઉપર થેલામાં ઈંગ્લીશ દારૂની ભારતીય બનાવટની કુલ ૧૯ બોટલ દારૂ સાથે મોટરસાયકલ મળી કુલ રૂા.૩૮૩૦૦નાં મુદ્દામાલ સાથે ઝડપાઈ જતાં પોલીસે આ બનાવ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તથા આ દારૂ આ કામનાં આરોપી અસલમભાઈ મીર પાસેથી લાવી હેરાફેરી કરતો હોય તેથી તેના વિરૂધ્ધ પણ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!