જૂનાગઢ શહેર અને જિલ્લામાં કોરોનાના કેસોનો સતત વધારો થઈ રહ્યો છે ત્યારે કોરોનાના વધતા જતા કેસોને સામે લોકોમાં ચિંતાની લાગણી વ્યાપેલ છે. તેમજ કોરોનાનું સંક્રમણ અટકાવવા આરોગ્ય વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેમજ જૂનાગઢ જિલ્લા કલેકટરશ્રી દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે અને એપેડેમીક ડીસીઝ એકટ હેઠળ કેશોદ, માંગરોળ, માળીયાહાટીના, માણાવદર, વિસાવદર અને ભેંસાણનાં કેટલાક વિસ્તારો કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરવામાં આવેલ છે. જૂનાગઢ તાલુકા ગ્રામ્ય પંથકમાં બગડુ, ગોલાધર, માખીયાળા અને મજેવડીના વિસ્તારોનો સમાવેશ કરાયો છે તેમજ કેશોદના હાંડલા, બડોદર તેમજ વોર્ડ નં. -ર ના અમુક વિસ્તારને પણ બફર ઝોન જાહેર કરવામાં આવેલ છે. દરમ્યાન જૂનાગઢ જિલ્લામાં કોરોનાએ કહેર વરસાવ્યો છે. ગઈકાલે વધુ ૩૪ કેસો આવ્યા હતા જેમાં જૂનાગઢ સીટીના ૬ અને ગ્રામ્યના નવા ર૮ કેસો પોઝીટીવ નોંધાયા હતા.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews