માંગરોળ ખાતે બળજબરીથી લગ્ન કરવા ધમકીઓ આપતાં પાંચ સામે ફરીયાદ

0

માંગરોળનાં કાજીવાડા ખાતે રહેતાં એક પરિવારનાં સભ્યએ પોલીસમાં આ કામનાં આરોપી અકીલભાઈ હબીબભાઈ મોમીન, ઈકબાલ હબીબ મોમીન, સાકેરાબેન આફ્રીદી મોમીન, જમેલાબેન હબીબ મોમીન તથા એક અજાણ્યા શખ્સ વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે આ કામનાં આરોપી અકીલભાઈ મોમીનને યુવતી સાથે બળજબરીથી લગ્ન કરવા બાબતે ફરીયાદી તથા તેનાં પરિવારને મારી નાંખવાની ધમકી આપી તથા યુવતીનો પીછો કરી તેની જાણ બહાર અશ્લીલ ફોટા પાડી તથા અગાઉ પાડેલ ફોટા વાયરલ કરવાની ધમકી આપતાં પોલીસે આ બનાવ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!