અનલોક-રના સમયે સંતુષ્ટી શેઈકસ એન્ડ મોર જયાં પોતાના આઉટલેટસ વધારી પ્રગતિનાં શિખરો સર કરી રહયું ત્યાં કોરોનાની મહામારી સામે લડવા માટેના અવનવા વ્યંજનો પણ પીરસી રહયું છે. તા. ૧ર જુલાઈ ર૦ર૦ રવિવારનાં રોજ સંતુષ્ટીનું હજુ વધુ એક આઉટલેટ સુવર્ણભૂમિ કોમ્પલેક્ષ, અંબિકા ટાઉનશીપ ખાતે ભવ્ય શુભારંભ થયું હતું. આ આઉટલેટ રાજકોટનું પાંચમું અને સંતૃષ્ટીનું ગુજરાત ખાતે ૩૬મું આઉટલેટ હતું. આ આઉટલેટનું ઉદઘાટન ફ્રેન્ચાઈઝી માલીક મિતુલભાઈ મેર પોતાના માતા પ્રફુલાબેન ઉમેદલાલ મેરના વરદ હસ્તે કર્યુ હતું. મિતુલભાઈ મેર કહે છે કે મારી માતાથી વધુ સન્માનજનક અને આર્શિવાદરૂપ મારા માટે બીજુ કોણ હોઈ શકે ? આ ઉદઘાટનમાં અતિથિરૂપે જીમ્મીભાઈ અડવાણી (શિવસેવા) તથા અનેક મહાનુભાવોએ પોતાનો સ્નેહ અને લાગણી મિતુલભાઈ મેરને પાઠવી હતી. આ ભવ્ય શુભારંભની સાથે સાથે સંતુષ્ટીએ એક નવા સ્વાસ્થ્યસભર વ્યંજનની રજુઆત કરી હતી. ‘ઈમ્મુન પ૬ શેક’ સંતુષ્ટી શેઈકસ પ્રા.લી.ના ફોઉન્ડર સુનિલભાઈ ચેલાનીએ આ શેકની જાહેરાત કરતા જણાવ્યું હતું કે આયુર્વેદ શાસ્ત્ર ભારતનાં તબીબી ક્ષેત્રના મુળમાં છે અને કોઈપણ આરોગ્યક્ષેત્રે થતી મહામારીનો ઈલાજ આયુર્વેદ શાસ્ત્રમાં અચુક છે. તેજ મુલ્યો સાથે તેમણે જણાવ્યું કે ‘ઈમ્મુન પ૬ શેક’માં પ૬ વિવિધ પ્રકારનાં ઔષધિનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જે બાળકોથી લઈને વડીલો અને વૃધ્ધ વય માટેના લોકો માટે પણ સાત્વીક અને સ્વાસથ્યસભર છે. વિવિષ ઔષધીમાંથી મોખરે છે. અગ્નિમંથા, ગંભરી, બિલ્વા, શ્યોનકા, ગોક્ષુરા, શાલાપરની, બ્રિહતી, કંટકારી, ગુડુચી, હરીતકી, બાલા, વાસા, જીવનથી, શતી, મુસ્તાં, પુષ્કરા, કાકાનાસિકા, શ્વેત ચંદન, આમળા, મધ, તેજ વગેરે આ તમામ ઔષધો અને આયુર્વેદીક સામગ્રી રોગ પ્રતિકારક શકિત વધારે છે. અને કોઈપણ પ્રકારના વાયરસ અને બેકટેરીયાથી બચવા મદદ કરે છે. એટલું જ નહી પણ શરીરમાં ઉર્જાનાં પ્રમાણમાં પણ વધારો કરે છે. આ સમગ્ર રેસિપી આયુર્વેદીક ડોકટર્સના સલાહ સૂચન અને માર્ગદર્શન હેઠળ બનાવવામાં આવી છે. લોકો તેને વધુમાં વધુ સેવન કરે એટલા માટે તેને કસ્ટમર ફ્રેઈન્ડલી કિંમતમાં મુકવામાં આવી છે. વધુમાં સંતુષ્ટી શેઈકસ પ્રા.લી.ના મેનેજીંગ ડીરેકટર અને સીઈઓ ભાવેશભાઈ ચેલાનીએ જણાવ્યું હતું કે સંતુષ્ટીના આવનારા ૭૦ દિવસમાં સાત વધુ આઉટલેટ શરૂ થઈ રહયા છે. ખુબ જ ફોકસ સાથે માર્કેટનાં મુવમેન્ટનો પુરતો અભ્યાસ કરીને સંતુષ્ટી જયાં પ્રગતિ કરી રહયું છે ત્યાં તેમની સાથે ઘણા સ્વપ્નદ્રષ્ટા કે વિઝનરી એન્ટરપ્રેનેઉર્સ જાેડાવા માંગે છે. હાલમાં સંતુષ્ટી ગુજરાતના અલગ અલગ શહેરો અને મહાનગરોમાં ૯૦ આઉટલેટસ કરવા જઈ રહયું છે. સંતુષ્ટીનું હવે પછીનું આઉટલેટ રાજકોટ ખાતે ૧પ૧ ફુટ રીંગ રોડ ઉપર આવનારા ૧૦ દિવસમાં લોન્ચ થશે એવું તેમણે જાહેર કરેલ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews