જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીંદર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ જિલ્લા પોલીસ વડા સૌરભસિંઘ દ્વારા જૂનાગઢ જીલ્લામાં ગુજરાત સરકાર દ્વારા ઈ-ગુજકોપ અંતર્ગત શરૂ કરવામાં આવેલ પોકેટ કોપ પ્રોજેક્ટનો ઉપયોગ કરવા જૂનાગઢ જિલ્લાના તમામ થાણા અમલદારોને ખાસ સુચનાઓ કરવામાં આવેલ છે. દરમ્યાન જૂનાગઢ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે શાંતેશ્વર, જોશીપુરા ખાતે થયેલ મારામારીના ગુન્હામાં સંડોવાયેલ આરોપી રમેશભાઈ ઉર્ફે ટારઝન કાનાભાઈ ઓડેદરા મેરની પૂછપરછમાં પોતે ભૂતકાળમાં મારામારીના ગુન્હામાં પકડાયેલા હોવાનું કાબુલ કરેલ હતું. પરંતુ
બી ડિવિઝન ખાતે પકડાયેલ આરોપી બાબતે જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ આર.બી. સોલંકી, પીએસઆઈ વી.કે.ડાકી, પરેશભાઈ, અલતાફભાઇ, અજયસિંહ, પૃથ્વીરાજસિંહ, ભગતસિંહ, સહિતના પોલીસ સ્ટાફની ટીમ દ્વારા આરોપી રમેશભાઈ ઉર્ફે ટારઝન કાનાભાઈ ઓડેદરા મેર અંગે પોકેટ કોપ એપ્લિકેશનમાં સર્ચ કરવામાં આવતા, આ ગુન્હામાં પકડાયેલ આરોપી આરોપી રમેશભાઈ ઉર્ફે ટારઝન કાનાભાઈ ઓડેદરા મેર જૂનાગઢ ૨૦૧૫ની સાલમાં રાજકોટ રૂરલના પાટણવાવ પોલીસ સ્ટેશનમાં દારૂના કેસમાં, જૂનાગઢ શહર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે એક પીધેલાના કેસમાં, અટકાયતી પગલાના કામે, પકડાયેલ આંતર જિલ્લા આરોપી હોવાની વિગતો ખૂલેલ હતી. બાદમાં, રેકર્ડ ઉપર ખાતરી કરતા આ આરોપી અત્યાર સુધીમાં મારામારી, ખૂંનની કોશિષ, ચોરી, પ્રોહીબિશન સહિતના કુલ ૧૨ જેટલા એક ડઝન ગુન્હાઓમાં પકડાયેલ હોવાની વિગતો પોકેટ કોપ એપ્લિકેશન દ્વારા જાણવા મળેલ હતું. મારામારીના ગુન્હામાં પકડાયેલ આરોપી રમેશભાઈ ઉર્ફે ટારઝન કાનાભાઈ ઓડેદરા મેર પોતાના ભૂતકાળમાં કરવામાં આવેલ ગુન્હાઓ છુપાવવા માંગતો હતો પરંતુ પોકેટ કોપ એપ્લિકેશન દ્વારા સર્ચ કરવામાં આવતા પોકેટ કોપ એપ્લિકેશને આરોપીની પોલ ખોલી નાખતા આરોપી ક્ષોભજનક પરિસ્થિતિમાં મુકાઈ ગયેલ હતો. પોકેટ કોપ એપ્લિકેશન દ્વારા આરોપીનો ગુન્હાહિત ઇતિહાસ જાણવા મળતા આરોપીએ પોતે ભૂતકાળમાં ઉપરોક્ત ગુન્હાઓ આચારેલાની કબૂલાત કરવામાં આવેલ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews