જૂનાગઢ જવાહર રોડ ઉપર આવેલાં શ્રી સ્વામિનારાયણ મુખ્યમંદિર ખાતે દર્શન હાલનાં સંજાેગોમાં બંધ રાખવામાં આવ્યા હોવાનું એક યાદીમાં જણાવેલ છે. ભગવાન સ્વામિનારાયણ દ્વારા સ્વહસ્તે પધરાવવામાં આવેલાં શ્રી હરિકૃષ્ણ મહારાજ શ્રી રાધારમણ દેવ, શ્રી રણછોડરાયજી મહારાજ, શ્રી ત્રિકમરાયજી મહારાજ તેમજ સિધ્ધેશ્વર મહાદેવ, માતા પાર્વતી, ભગવાન ગણેશજી તેમજ ધનશ્યામ મહારાજ, વિધ્નહર્તા દેવ ગણેશજી, સંકટમોચન હનુમાનજી સહિતનાં દેવોની પધરામણી સાથે શ્રી સ્વામિનારાયણ મુખ્યમંદિર ખાતે પૂજન-અર્ચન-આરતી સહિતનાં કાર્યક્રમો અને ધાર્મિક કાર્યક્રમો યોજાતા હોય છે પરંતુ કોરોનાનાં સંક્રમણકાળને ધ્યાનમાં લઈ સરકારશ્રીની સુચના અને આરોગ્ય વિભાગની ગાઈડલાઈન અનુસાર દર્શન અને ધાર્મિક કાર્યો સંબંધી પ્રતિબંધાત્મક કાર્યવાહી થઈ રહી છે. આ દરમ્યાન ભગવાન શ્રી સ્વામીનારાયણની આજ્ઞા મુજબ અને કષ્ટ દેનારી એવી કોઈ દેવ સંબંધી આપદા આવી પડે તથા મનુષ્યસંબંધી આપદા આવી પડે તથા રોગાદીક આપદા આવી પડે તેને વિશેષ પોતાની અને બીજાની રક્ષા થાય તેમ વર્તવુ તેવું શિક્ષાપત્રી શ્લોક નં.૧૧૯માં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવેલ છે. ત્યારે ગુજરાત તથા જૂનાગઢમાં વધતા-જતાં કોરોનાનાં કેસો અને સંક્રમણને ધ્યાને લઈ તથા સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ જૂનાગઢ ટેમ્પલ બોર્ડ તથા વડીલ સંતો, હરિભકતો અને નિષ્ણાંતોની સાથે વિચાર-વિમર્શ બાદ તાત્કાલિક નિર્ણય લેવામાં આવેલ છે અને જે મુજબ ગઈકાલે તા.૧૩-૭-ર૦ર૦ સોમવારથી શ્રી સ્વામીનારાયણ મુખ્ય મંદિર દર્શનાર્થી માટે ખુલશે નહીં તેમજ જ્યાં સુધી બીજાે કોઈ નિર્ણય ન આવે ત્યાં સુધી ઓનલાઈન અને સોશ્યલ મિડીયા દ્વારા દર્શન કરવા અને સંયમ જાળવવા નમ્ર વિનંતી કરવામાં આવી છે. જૂનાગઢ શ્રી સ્વામિનારાયણ મંદિરનાં હાલનાં મુખ્ય કોઠારી શ્રી પ્રેમસ્વરૂપદાસજી મહારાજે તમામ સત્સંગીઓ અને હરિભક્તો જાેગ સંદેશો આપ્યો છે કે કોરોનાનાં સંક્રમણ કાળની આપદા ચાલી રહી છે ત્યારે આપણે સૌ પોતાને પણ સુરક્ષિત રાખીએ, પરિવારને સુરક્ષિત રાખીએ અને સમાજને પણ સુરક્ષિત રાખીએ અને બને ત્યાં સુધી કામ સિવાય બહાર નિકળવું નહીં, વારંવાર હાથ ધોવા, સેનેટાઈઝનો ઉપયોગ કરવો તેમજ મોઢા ઉપર માસ્ક પહેરવું અને તકેદારી અને સાવચેતી સતત જાળવવા તમામ હરિભક્તોને મુખ્ય કોઠારીશ્રી પ્રેમસ્વરૂપદાસજી મહારાજે અનુરોધ કરેલ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews