વેરાવળમાં પાના ટીંચતી પાંચ મહિલા ઝડપાઇ

વેરાવળની વાણંદ સોસાયટીમાં રહેણાંક મકાનમાં જુગાર રમતી પાંચ મહિલાઓ રોકડા રૂા.૧૭૦પ૦ સાથે ઝડપાઇ હતી. ડી-સ્ટાફના નટુભા બસીયા, દેવદાનભાઇ સહીતના સ્ટાફે પેટ્રોલીંગ દરમ્યાન વેરાવળના ૮૦ ફુટ રોડ ઉપર આવેલ વાણંદ સોસાયટીમાં રહેતી શારદાબેન કનકરાય પંડયા પોતાના મકાનમાં બહારથી અન્યોને બોલાવી જુગાર રમવાની સગવડતા પુરી પાડી રહેલ અને અંગત ફાયદા સારૂ નાલ ઉઘરાવી જુગારનો અખાડો ચલાવી રહેલ હોવાની બાતમીના આધારે દરોડો પાડતા શારદાબેન કનકરાય પંડયા, પ્રફુલાબેન હરસુખલાલ લુહાર, હંસાબેન કમલેશભાઇ ચાવડા, ભારતીબેન નાથાલાલા પાલા, પારૂલબેન ગોવિંદભાઇ શર્માને રોકડા રૂા.૧૭,૦પ૦ ની સાથે ઝડપી લઇ જુગારધારા કલમ ૪, પ મુજબ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!