જૂનાગઢ રેન્જનાં નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્દરસિંહ પવાર તથા જીલ્લા પોલીસવડા સૌરભસિંઘની સુચના તેમજ કેશોદનાં નાયબ પોલીસ અધિકારી જે.બી.ગઢવીનાં માર્ગદર્શન હેઠળ બાંટવા પોલીસ સ્ટેશનનાં પીએસઆઈ કે.કે.મારૂ તથા સ્ટાફ દ્વારા પેટ્રોલીંગ દરમ્યાન મળેલી ચોક્કસ બાતમીનાં આધારે બાંટવા તાબેનાં સમેગા ગામે રહેતાં રાજુ મુન્નાભાઈ રબારી પોતાનાં કબ્જાનાં વાડામાં ઈંગ્લીશ દારૂ ખાડામાં દાટેલ હોય જે બહાર કાઢવાની પેરવીમાં હોય તેવી હકીકત મળતાં હકીકતવાળી જગ્યાએ દરોડો પાડતાં વૈભવભાઈ ઉર્ફે રાજુ પુંજાભાઈ ઉર્ફે મુન્નો કોડીયાતર (સમેગા) તથા અતુલ ઉર્ફે બાદલ અમરાભાઈ કોડીયાતર (સમેગા) મુદ્દામાલ ફેરવવાની પેરવીમાં હોય તે દરમ્યાન તેમની પાસેથી ઈંગ્લીશ દારૂની બોટલ ૯૬ રૂા.૩૮૪૦૦ તથા મોટરસાયકલ મળી કુલ રૂા.પ૩૪૦૦નો મુદ્દામાલ જપ્ત કરી આરોપી વિરૂધ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews