ગીર સોમનાથ જીલ્લામાં ૬ કોરોનાના નવા કેસ : બે દર્દીના મૃત્યું

0

ગીર સોમનાથ જીલ્લામાં ગઈકાલે ૬ કોરોના પોઝીટીવ કેસ સામે આવ્યા છે. જયારે ગઈકાલે સારવાર દરમ્યાન એક દર્દીનું વેરાવળ અને બીજા દર્દીનું જૂનાગઢ સીવીલ હોસ્પીટલમાં મૃત્યું નિપજયું છે. ગીર સોમનાથ જીલ્લામાં કોરોનાના કુલ કેસનો આંકડો ૧૭૨ પહોંચ્યો છે. જેમાં એકટીવ કેસ ૭૭ અને ડીસ્ચાર્જ ૮૮ કેસ છે જયારે ૭ મૃત્યુ છે. ગીર સોમનાથ જીલ્લામાં કોરોનાનું સંક્રમણ પ્રસરી રહયુ હોય તેમ છેલ્લા એક અઠવાડીયાથી દરરોજ સરેરાશ ૧૦ જેટલા કોરોના પોઝીટીવ કેસો આવી રહયા છે. દરમ્યાન ગઈકાલે ગીર સોમનાથ જીલ્લાના ત્રણ તાલુકામાંથી ૬ કોરોના પોઝીટીવ કેસો સામે આવ્યા- છે. જેમા વેરાવળમાં ઘનશ્યામ પ્લોટમાં રોયલ પ્લાઝામાં રહેતા ૩૬ વર્ષીય પુરૂષ, એબીપીએસ સ્કુલ સામે સાંઇનાથ એપાર્ટમેન્ટમાં રહેતા ૭૧ વર્ષીય વૃધ્ધા, ડાભોર રોડ ઉપર ટાગોર નગરમાં રહેતી ૨૭ વર્ષીય યુવતિ, શાહીગરા સોસાયટીમાં રહેતા ૫૫ વર્ષીય પુરૂષ, ઉનાની હરસિધ્ધી સોસાયટીમાં રહેતા ૪૬ વર્ષીય પુરૂષ અને ગીરગઢડાના ઈટવાયા ગામમાં રહેતા
૬૦ વર્ષીય પુરૂષ કોરોના પોઝીટીવ આવ્યા છે. જયારે સુરતથી ગીર સોમનાથ જીલ્લામાં આવેલ અને વેરાવળ સીવીલમાં સારવાર અર્થે દાખલ કરાયેલ ૪૫ વર્ષીય પુરૂષનું સારવાર દરમ્યાન મૃત્યું નિપજયું છે. આ પુરૂષનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવેલ હતો. જયારે જીલ્લાના તાલાલાના મંડોરણા ગામના ૬૨ વર્ષીય પુરૂષ કે જે તા. ૮ જુલાઇના રોજ પોઝીટીવ આવ્યા હતાં ત્યારથી તેઓ જૂનાગઢ સીવીલ હોસ્પીટલમાં દાખલ થઇ સારવાર લઇ રહેલ દરમ્યાન ગઈકાલે બપોરે તેનું મૃત્યું થયુ છે. આ બંન્ને મૃત્યુનું કારણ ડેથ ઓડીટ કમીટી તપાસ કરી જાહેર કરશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!