Friday, January 22

ગોંડલ તાલુકા યુવા ભાજપ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન

ગોંડલનાં ધારાસભ્યના પ્રતિનિધિ તરીકે ગોંડલ ધારાસભ્યના પુત્ર અને ગોંડલ ભાજપના ધુરંધર યુવા અગ્રણી જ્યોતિરાદિત્યસિંહ(ગણેશભાઈ)જાડેજાએ હાજરી આપી હતી. ત્યારબાદ જ્યોતિરદિત્યસિંહે ધૂળસીયા ગામના રામજી મંદિરની મુલાકાત લીધી હતી અને ધૂળસીયા ગામમાં પેવર બ્લોક રોડનું ખાતમુહુર્ત કર્યું હતું.ગોંડલ ધારાસભ્યના પ્રતિનિધિ તરીકે જ્યોતિરદિત્યસિંહ જાડેજાએ દેવડા ગામની સરકારી શાળાની મુલાકાત લીધી હતી જ્યાં શાળાના સ્ટાફ દ્વારા તેમને ફૂલહારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. હાલ કોરોનાની પરિસ્થિતિમાંમાં ઓનલાઈલ શિક્ષણ બાળકોને મળી રહે તે માટે શાળાના આચાર્ય સાથે ચર્ચા કરી હતી. આ તકે માર્કેટિંગ યાર્ડના ચેરમેન ગોપાલભાઈ શીંગાળા, વાઇસચેરમેન કનકસિંહ જાડેજા, ગોંડલ તાલુકા પંચાયતના ચેરમેન પ્રફુલભાઈ ટોળીયા,અલ્પેશભાઇ ઢોલરીયા એ હાજરી આપી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!