ગોવિંદભાઈ રાણપરીયાના હસ્તે વૃંદાબેનને સન્માન પત્ર અ૫ાયું

શ્રીમતી તીજા દેવી હરીબક્ષ લોહિયા પ્રાથમિકશાળા સાજડીયાળીનું ગૌરવ ગણાતી શ્રી સાજડીયાળી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી રાણપરીયા વૃંદા ગોપાલભાઈ ગત વર્ષે જાન્યુઆરીમાં નવોદય વિદ્યાલયની પરીક્ષા આપી અને ઉત્તીર્ણ થયેલ છે તેમણે કોઈપણ જાતના ટયુશન વગર શાળાની ભૂતપૂર્વ વિદ્યાર્થીની બોઘરા ફોરમ પાસેથી માર્ગદર્શન મેળવીને પોતાની જાતે જ તૈયારી કરીને પાસ થઈને જામકંડોરણા તાલુકાની સરકારી શાળા નું ગૌરવ વધારેલ છે. તે રાજકોટ જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘના ચેરમેન ગોવિંદભાઈ રાણપરીયાના ભત્રીજાની પુત્રી છે. તેમણે પોતાના કુટુંબના બધા જ સંતાનોની સરકારી શાળામાં જ અભ્યાસ કરાવ્યો છે. આ ઉપરાંત વર્ષાબેન કલ્પેશ ભાઈ રાણપરીયા સરપંચ સાજડીયાળી તેમની પુત્રી પણ ગામની સરકારી શાળામાં જ અભ્યાસ કરે છે. આમ ખાનગી શાળાઓ તરફ વળેલા વાલીઓને એક ઉદાહરણરૂપ ગણી શકાય. ગોવિંદભાઈ રાણપરીયાના હસ્તે વૃંદાબેનને સન્માન પત્ર આપીને તેમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. એટલું જ નહીં કોરોના જેવી પરિસ્થિતિમાં શિક્ષણથી અળગા ન રહે તે માટે ગામની સરકારી શાળામાં અભ્યાસ કરતા ધોરણ પહેલા અને બીજાના દરેક વિદ્યાર્થીઓને એક-એક દફતર, સ્લેટ, તેમજ ધોરણને લગતા પુસ્તકો પોતાના તરફથી આપવામાં આવ્યા. સાથે સાથે દરેક બાળકોને માસ્ક પણ આપવામાં આવ્યા અને બાળકોને વારંવાર હાથ ધોવાની પ્રેરણા મળે તે માટે ખાદી ગ્રામોદ્યોગમાંથી બનેલ લીમડાનો સાબુ પણ આ વિદ્યાર્થીઓને આપવામાં આવ્યો. આમ એક જવાબદાર વ્યક્તિ તરીકે સરકારી શાળાને અને સરકારી શાળામાં અભ્યાસ કરતા બાળકોને હંમેશા પ્રોત્સાહન આપતા રહ્યા છે. સાથે સાથે શિક્ષકો ને પણ આજના સમયને પહોંચી વળવા બાળકોના ઓનલાઇન ચાલતા શિક્ષણ બાબતે માહિતી મેળવી. આ તકે ગામના સરપંચ કલ્પેશભાઈ રાણપરીયા અને તાલુકા પંચાયતના સદસ્ય કરસનભાઈ સોરઠીયાએ પણ બાળકોને ઓનલાઇન શિક્ષણ મેળવવા માહિતગાર કર્યા હતા. શાળાના આચાર્ય વિજયભાઈ રાણપરીયા તેમજ શિક્ષકોએ બાળકોના ઘરે જઈને તેમજ ફોન દ્વારા સંપર્ક કરીને દૂરદર્શન ઉપર આવતા શૈક્ષણિક કાર્યક્રમો બાળકો નિહાળે છે કે નહીં તેમજ મોબાઈલ દ્વારા યુ ટયુબમાંથી શૈક્ષણિક વીડિયો નિહાળે છે કે નહીં તે માટે માહિતી મેળવી હતી. ગોવિંદભાઈ રાણપરીયા દ્વારા તમામ બાળકો તેમજ વાલીઓને મીડિયાના માધ્યમથી કામ સિવાય ઘરની બહાર ન નીકળવા, તેમજ માસ્ક ફરજીયાત પહેરવું અને બહારથી ઘરે આવતા સમયે સેનીટાઇઝ થઈને પછી જ ઘરમાં આવવું, કોરોનાથી ડરવું નહીં પરંતુ સાવચેત રહેવું ખૂબ જ જરૂરી છે એવો સંદેશો આપ્યો હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!