જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઘણાખરા વિસ્તારમાં તાજેતરના ભારે વરસાદથી થયેલા નુકસાન પેટે ખાસ રાહત પેકેજની સંસદસભ્ય પૂનમબેન માડમએ માંગણી કરી છે. અતિવૃષ્ટીગ્રસ્ત ખેડૂતો, વેપારીઓ, રહેવાસીઓ, માલધારીઓ સહિત નુકસાનનો ભોગ બનેલા સૌ નાગરીકોના હિત માટે ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ સમક્ષ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના સંસદસભ્ય પૂનમબેન માડમએ ખાસ જહેમત ઉઠાવી તૈયાર કરેલો સમગ્ર તારાજીનો વિસ્તૃત અહેવાલ રજૂ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે આ વખતે સામાન્ય કરતા વધુ વરસાદ થયો, ડેમો ઓવરફ્લો થયા અને તે પાણી નીચાણવાળા વિસ્તારમાં ફરી વળ્યા અને જમીનોના ધોવાણ થવાથી ખેડૂતોને સામાન્યથી વિશેષ નુકસાન થયુ હોય સંસદસભ્ય પૂનમબેન માડમએ વિશેષ પેકેજની ભારપૂર્વક રજૂઆત કરી છે. તેમજ આ માટે સર્વે પણ જલદીથી થાય માટે ઝડપથી રાહતની કાર્યવાહી થાય તેમ પણ આ રજૂઆતમાં સંસદસભ્ય પૂનમબેન માડમએ જણાવ્યું હતું.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews