ભેંસાણનાં ખંભાળીયા ગામે જુગાર દરોડો : ૧.૧૮ લાખનો મુદ્દામાલ કબ્જે

0

જૂનાગઢ રેન્જ સાયબર સેલનાં પોલીસ હેડ કોન્સ્ટેબલ રોહિતસિંહ રામસિંહ અને સ્ટાફે ચોક્કસ બાતમીનાં આધારે ભેંસાણનાં ખંભાળીયા ગામે જુગાર અંગે દરોડો પાડતાં આ કામનાં આરોપી દામજીભાઈ વલ્લભભાઈ કુંભાણીનાં કબ્જા ભોગવટાની વાડીમાં મકાનની અંદર જુગાર રમતાં સુરેશભાઈ બાવાભાઈ હરખાણી, મનસુખભાઈ નાથાભાઈ કોરાટ, રજાકભાઈ સુલેમાનભાઈ કાબરા, ગોવિંદભાઈ વજુભાઈ સતાસીયા, ચંદુભાઈ ઉર્ફે સીપી પુનાભાઈ ક્યાડા, હરેશભાઈ જમનાદાસ આડતીયા, વિજયભાઈ ગોગનભાઈ રૂપાપરાને કુલ રૂા.૧૧૮૪ર૦નાં મુદ્દામાલ સાથે ઝડપી લઈ તમામ આરોપીઓ વિરૂધ્ધ જુગારધારા કલમ અંતર્ગત ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!