લાટી ગામમાં ઉપરસરપંચ સહિત ત્રણ સભ્યોનાં રાજીનામાં

ગીર-સોમનાથ લાટી ગામમાં ઉપસરપંચ મોંઘીબેન ભગવાનભાઈ સોલંકી સહિત ત્રણ સભ્યોએ રાજીનામાં આપી દીધા છે, રાજીનમાં આપનાર સભ્યો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યું છે કે લાટી ગામનાં વોર્ડ નંબર ૮, ૯ અને ૧૦માં કોળી સમાજનાં લોકો રહે છે. જેને લઈને સરપંચ દ્વારા ત્રણ વોર્ડમાં વિકાસનાં કર્યો કરવામાં નથી આવી રહ્યા, સભ્યો દ્વારા સરપંચ અને મોૈખિક રજૂઆત કરવામાં આવી પણ કોઈ નિકાલ ન આવતા સભ્યોએ રાજીનામાં ધરી દીધા છે. ગ્રામપંચાયત વોર્ડ નંબર ૮, ૯ અને ૧૦માં સ્ટ્રીટલાઈટ, રસ્તા વગેરે જેવી પાયાની સુવિધા ન હોવાથી અનેક વાર રજૂઆત કરવા છતા ઉકેલ ન આવતા સભ્ય દ્વારા રાજીનામાં આપી દેવામાં આવ્યા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!