નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ (એનજીટી)એ કેન્દ્રનાં પર્યાવરણ અને વનવિભાગને ડીસેમ્બર સુધીમાં દેશભરમાં આરઓ પ્યોરીફાયરના ઉપયોગ ઉપર પ્રતિબંધ મુકવા આદેશ આપ્યો છે. જે આરઓ પ્યોરીફાયર લીટર દીઠ પાણીમાં ટોટલ ડીસોલ્ડ સોલિડ્સ (ટીડીએસ) પ૦૦ મીલીગ્રામથી ઓછું રહેતું હોય તેવા આરઓ ઉપર બેન મુકવા તાકીદ કરાઈ છે. એનજીટીના ચેરપર્સન જસ્ટીસ આદર્શકુમારે ગોયલના વડપણ હેઠળની બેન્ચે આ મામલે ડીસેમ્બર સુધીમાં નોટીફીકેશન જાહેર કરવા કહયું હતું. જાે કે કોરોનાને કારણે આ કામગીરી પુરી કરતા વધુ સમય લાગશે તેમ કેન્દ્રના પર્યાવરણ અને વન વિભાગે જણાવ્યું હતું. હવે એનજીટીએ ૩૧ ડીસેમ્બર, ર૦ર૦ સુધીમાં તમામ કામગીરી પુરી કરવા તાકીદ કરી છે. એનજીટીએ દાવો કર્યો છે કે આરઓ પ્યોરીફાયરનો ઉપયોગ કરવાથી પાણીમાં રહેલા ખનીજતત્વો નાશ પામે છે.
લોકોના આરોગ્ય અને પર્યાવરણને નુકશાન
એનજીટીએ કહયું હતું કે, આ આદેશનો અમલ કરવામાં વિલંબથી લોકોના આરોગ્ય અને પર્યાવરણને ભારે નુકશાન થશે. આથી તેનો ઝડપથી અમલ કરવો જાેઈએ. અગાઉ મંત્રાલયે આદેશનો અમલ કરવા ચાર મહિનાનો સમય માંગ્યો હતો. જેમાં બે મહિના મુસદો ઘડવા અને બે મહિના લોકોના અભિપ્રાયો મંગાવ્યા હતા. આમ છતાં વિલંબ થાય તો સંબંધકર્તા ઓફિસરોનો પગાર રોકવા ચેતવણી આપી હતી. એનજીટીએ કહયું હતું કે નિષ્ણાંત સમિતિને આધારે આ ભલામણ કરાઈ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews