માંગરોળમાં રોગચાળો વકરે તે પહેલા ઘન કચરાનો નિકાલ કરવા માંગણી

0

લાંબા સમયથી પેચીદો બનેલો માંગરોળના ઘન કચરાના ડમ્પિંગનો પ્રશ્ન હવે રોગચાળો નોતરે તેવી શંકા સેવાઈ રહી છે. કચરાના નિકાલની કોઈ જગ્યા ઉપલબ્ધ ન હોવાથી શહેરને જ્યાંથી પાણી વિતરણ કરવામાં આવે છે તે ટાંકાના કંપાઉન્ડની બહાર જ કચરો ભરેલા વાહનો ખડકી દેવાતા લોકોમાં પણ કચવાટ ફેલાયો છે. માંગરોળમાં હાલમાં કોરોનાના પાંચેક જેટલા કેસો નોંધાયા છે. ત્યારે તેના સંક્રમણને અટકાવવા તંત્ર દ્વારા તકેદારીના પગલા લેવાયા છે. પરંતુ રોગચાળાના ફેલાવા માટે ગંભીર ગણાતા પરિબળો પૈકી કચરા, ગંદકીના નિકાલનો પ્રશ્ન હજુ પણ જૈસે થેની હાલતમાં છે. કચરાના ડમ્પિંગ માટે જમીનની ફાળવણી બાદ ઠેર ઠેર વિવાદને લઈને કચરો નાંખવો ક્યાં ? તે મુદ્દે નગરપાલિકાની હાલત કફોડી બની છે. તો શહેરના રહેણાંક વિસ્તારમાં પાણીના ટાંકાના કંપાઉન્ડ બહાર જ કચરાના વાહનોના લાગેલા થપ્પાથી લોકોનું સ્વાસ્થ્ય જોખમાય તેવી સ્થિતિ સર્જાઈ છે. હાલમાં શહેર વિસ્તારની હદ બહાર વાડી, ખેતરોમાં આ ઘન કચરો ઠાલવવામાં આવતો હતો. પરંતુ ત્યાં પણ આજુબાજુ વસવાટ કરતાં લોકોએ વિરોધ કરતા કચરો ઠાલવવાનું બંધ કરાયું છે. બીજી તરફ ભૂગર્ભ ગટર યોજના ન હોવાથી સોર્સ ખાડા ખાલી થઈ શકે તેમ ન હોવાથી અનેક જગ્યાએ ગંદા પાણી રસ્તા ઉપર વહી રહ્યા છે. આરોગ્યની દ્રષ્ટિએ ગંભીર ગણાતા આ પ્રશ્નનું નિરાકરણ લાવવા નગરપાલિકા દ્વારા કલેકટરને રજૂઆત કરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!