વેરાવળમાંથી ૧૦૦ કીલો ગૌમાસ સાથે બે ખાટકી ઝડપાયા

0

વેરાવળમાં સોમનાથ ટોકીઝ વિસ્તારમાંથી પોલીસે આશરે ૧૦૦ કીલો ગૌવંશ માસ તથા છ નંગ છરા, કુહાડી, વજન કાંટો સહિત કુલ રૂા.૧૬,૯પ૦ ના મુદામાલ સાથે બે ખાટકીઓને ઝડપી લઇ પશુ સંરક્ષણની કલમો હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. વેરાવળ પોલીસને મળેલ બાતમીના આધારે સોમનાથ ટોકીઝ વિસ્તારમાં આઇ.ડી. ચૌહાણ સ્કુલની પાછળ અબ્બાસ તાજભાઇ ચાંદવાણી તુરકના રહેણાંક મકાન ઉપર દરોડો પાડી તપાસ હાથ ધરતા હિન્દુ ધર્મની લાગણી દુભાય તે રીતે ગૌવંશ માસ મટનનો જથ્થો ભરેલ મોટા બાચકા નંગ ૨ જેમાં આશરે ૧૦૦ કીલો ગૌ માસ કી.રૂા.૧૫ હજાર તથા છરા નંગ ૬, કુહાડી નંગ ૧, વજન કાંટો, લોખંડનો લાદીયો સહીતનો મુદામાલ મળી કુલ રૂા.૧૬,૯૫૦ સાથે અબ્બાસ તાજભાઇ ચાંદવાણી તુરક (ઉ.વ.૪ર), સોયેબ ઇબ્રાહીમ સુમરા પટણીને ઝડપી લીધેલ છે. વધુ તપાસ પીએસઆઇ એચ.બી.મુસારે હાથ ધરી છે.
જામગીરી બંદુક સાથે ઝડપાયો
અકબર રહેમતુલ્લા કેવર ડફેરને પાણીકોઠા થી રાયડી ગામ તરફ જતા રસ્તે રેલ્વે ફાટક પાસે લાયસન્સ કે પરવાના વગર દેશી જામગરી બંદુક કીં.રૂા.એક હજાર સાથે ઝડપી લઇ ગુન્હો નોંધી પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!