સાયબર ક્રાઈમનાં ગુનાઓને અટકાવવા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન કાર્યરત

હાલના સમયમાં ઓનલાઈન નાણાંકીય વ્યવહારોની સરળતાને કારણે લોકો ખરીદી કરવા, બિલ ભરવા, નાણાંની ટ્રાન્સફર કરવા માટે ઈન્ટરનેટનો બહોળો ઉપયોગ કરી રહ્યાં છે. આ સાથે સોશ્યલ મિડીયાનો પણ લોકો છુટથી ઉપયોગ કરી રહ્યાં છે. આ તમામ પ્રવૃતિઓ માટે લોકો ડીજીટલ ડિવાઈસનો ઉપયોગ કરે છે. ઈન્ટરનેટનાં માધ્યમથી થતાં વ્યવહારોએ લોકોનું જીવન સરળ બનાવી દીધું છે. પરંતુ આ સાથે એક નવી સમસ્યાનો ઉદ્‌ભવ થયેલ છે જે સાયબર ક્રાઈમ તરીકે ઓળખાય છે. જેમાં સાયબર છેતરપિંડીની ફરીયાદોમાં વધારો થયો છે. તેમજ લોકોએ હેકિંગ, સ્પુફિંગ વગેરેનાં કારણે પૈસા ગુમાવવા પડે છે. સાયબર ક્રાઈમનાં ગુન્હામાં ટેબ્લેટ, આઈપેડ, લેપટોપ વગેરે જેવા ડિજીટલ ડિવાઈસ દ્વારા ઈન્ટરનેટનાં માધ્યમથી કોઈપણ પ્રકારની નાણાંકીય ઉચાપત, પાસવર્ડ કે અન્ય ડિજીટલ ડેટાની ચોરીનાં ગુન્હા તેમજ સોશ્યલ મિડીયાના માધ્યમથી માનસીક ત્રાસ, પોર્નોગ્રાફી, ચાઈલ્ડ પોર્નોગ્રાફી, આઈડેન્ટીટી થેફટ તથા ઈ-મેઈલ અથવા વેબસાઈટ હેકીંગ વગેરેનો સમાવેશ થાય છે. ઈન્ટરનેટનાં વધેલા ઉપયોગ સાથે સંકળાયેલા બહોળા પ્રજાહિતને ધ્યાને રાખી, સાયબર ક્રાઈમના ગુન્હાઓને રોકવા રાજયમાં ૪ મુખ્ય શહેર તથા ૯ રેન્જ કક્ષાએ તથા સીઆઈડી ક્રાઈમ, ગાંધીનગર ખાતે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન કાર્યરત કરવામાં આવેલ છે. શ્રી શિવાનંદ ઝા, પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી, ગુજરાત રાજયએ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનને અસરકારક અને સક્રિય તથા પ્રજાલક્ષી બનાવવા નિશ્ચિત કાર્યપધ્ધતિ અંગે પરીપત્ર પ્રસિધ્ધ કરેલ છે.  જેમાં સાયબર ક્રાઈમ, સાયબર પોલીસ સ્ટેશનનું મહેકમ તથા તેના માપદંડ, સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનની કામગીરી, સાયબર ક્રાઈમ સંબંધી અરજી-ગુન્હાની તપાસ, તપાસની ફાળવણી, સાયબર ક્રાઈમ અંગે જનજાગૃતિ ફેલાવવા અંગેની બાબતોને પણ આવરી લેવામાં આવેલ છે. આ સાથે સાયબર ક્રાઈમનો ભોગ બનનાર નાગરીક પોલીસ કંટ્રોલરૂમનાં ડાયલ નં.૧૦૦/૧૧ર ઉપર કોલ કરી તથા ૧પપ-ર૬૦, ૧૮૦૦-૧૮૦૦-૧૯૧ હેલ્પલાઈન મારફતે તથા સ્થાનિક પોલીસ સ્ટેશનને ઈમેલ મારફતે પણ પોતાની સાથે થયેલ નાણાંકીય ઉચાપત તથા અન્ય સાયબર ક્રાઈમ માટે અરજી કરી ન્યાય મેળવી શકશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!