માંગરોળમાં ખરીદી માટે આવેલ વેપારીનું પાકીટ છુ

માંગરોળમાં ખરીદી કરવા આવેલા મક્તુપુરના વેપારીની નજર ચુકવી એક મહીલા મોટર સાયકલમાં ટીંગાડેલા થેલામાંથી પૈસા અને જરૂરી કાગળો ભરેલું પાકીટ લઈ છૂ થઈ ગઈ હતી. ભોગ બનનારે પોલીસને ફરીયાદ આપી હતી. આ અંગેની વિગત મુજબ નજીકના મકતુપુર ગામે કરીયાણાની દુકાન ધરાવતા રૂડાભાઈ પરબતભાઈ કરગઠીયા ચીજવસ્તુઓની ખરીદી અર્થે સવારે માંગરોળ આવ્યા હતા. દાણાબજાર નજીક લાલપુરા રોડ ઉપર એક દુકાન પાસે મોટરસાયકલ રાખી માલની ખરીદી કરી હતી. ત્યારબાદ થેલામાં રહેલા પાકીટમાંથી બીલ ચુકવ્યુ હતું. દરમ્યાન આ થેલો મોટરસાયકલના હેન્ડલમાં ટીંગાડી સામેની દુકાને અન્ય ચીજવસ્તુઓની પુછપરછ માટે ગયા હતા. જો કે પાંચ મિનિટ બાદ પરત આવતા થેલામાંથી પાકીટ ગાયબ હતું જેમાં આશરે ૧૫ હજાર રોકડ, ડોક્યુમેન્ટ તથા ખરીદ-વેચાણની નાની ડાયરીઓ હતી. દુકાનના સીસીટીવી તપાસતા રાહદારીઓ, દુકાનદારની નજર ચુકવી એક મહીલા કપડું આડું રાખી, પાકીટ સેરવતી હોવાનું નજરે પડ્યું હતું. વેપારીઓએ અહીં બે, ત્રણ મહીલાઓ ભીક્ષાવૃતિના નામે અવારનવાર આંટાફેરા કરતી હોવાનું જણાવ્યું હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!