કાળમુખા કોરોનાની ઈફેક્ટ : સરકાર સૌ પ્રથમ કોલેજાે ત્યારબાદ શાળાઓ શરૂ કરશે

0

કોરોનાની મહામારી ચાલી રહી છે. ત્યારે શાળા કોલેજાે શરૂ કરવા મુદ્દે છેલ્લા ઘણા સમયથી ચર્ચાઓ તેજ બની છે. ત્યાં રાજ્યમાં શાળા-કોલેજાે શરૂ કરવાની કોઈ ઉતાવળ નહીં હોવાનું શિક્ષણ વિભાગ જણાવી રહ્યું છે. તેમાં પણ જ્યારે શૈક્ષણિક સંકુલો શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવશે ત્યારે સૌ પ્રથમ કોલેજાે શરૂ કરાશે ત્યારબાદ શાળાઓ શરૂ કરવામાં આવશે. જાેકે અભ્યાસક્રમ ઘટાડવાના નિર્ણયમાં કેટલો અભ્યાસક્રમ ઘટાડવો તેના માટે સમિતિ બનાવવામાં આવી છે. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે છેલ્લા એક મહિનાથી વેબિનારના માધ્યમથી શિક્ષણ સાથે સંકળાયેલા નિષ્ણાતો સાથે ચર્ચા કર્યા બાદ અને રાજ્યની હાલની પરિસ્થિતિ જાેઈને સ્કૂલો કે કોલેજ શરૂ કરવા કોઈ ઉતાવળ નહીં કરવાની વિચારણા કરી લીધી છે,આ ઉપરાંત વિવિધ સાધનો સાથેની બેઠકમાં એક એવો પણ નિષ્કર્ષ આવ્યો હતો કે શાળા કોલેજાે શરૂ કરવામાં સૌપ્રથમ કોલેજાે શરૂ કરવામાં આવે તે પછી જ સ્કૂલો શરૂ કરવામાં આવે. તબક્કાવાર સ્કૂલ કોલેજાે શરૂ થશે.
પરંતુ પહેલા કોલેજાે શરૂ કરવામાં આવશે. ત્યાર બાદ ધોરણ-૧૦-૧૨, અને પછી ધોરણ ૮ અને ૯ પછી પ્રાથમિક એમ ઉતરતા ક્રમ મુજબ તબક્કાવાર સ્કૂલો શરૂ કરવામાં આવશે. શિક્ષણમંત્રી મુજબ,નાના બાળકોનું વિશેષ ધ્યાન રાખીને સરકાર નિર્ણય તરફ આગળ વધશે. આ નિર્ણય કરતા પહેલા આરોગ્ય વિભાગનો પણ અભિપ્રાય લેવામાં આવશે અને ત્યારબાદ સ્કૂલ શરૂ કર્યા પછી પ્રત્યેક વિદ્યાર્થીઓના આરોગ્યની તપાસ થાય તેવું આયોજન સરકારે વિચાર્યું છે અત્રે નોંધનીય છે કે ગુજરાતમાં શાળા-કોલેજાે શરૂ કરવા માટે કોઈ ઉતાવળ ન હોવાનો નિર્ણય શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જાહેર કર્યો છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!