ગુજરાત પોલીસના જવાનોને ગ્રેડ પે સહિત અન્ય સુવિધાઓનો લાભ આપવા રજૂઆત

0

ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં શિક્ષકોના ગ્રેડ પે ગ્રાહ્ય રાખવામાં આવ્યા છે ત્યારે રાજ્યના તમામ કર્મચારીઓના મળવાપાત્ર લાભ અંગે એકસૂત્રતા જળવાઈ રહે તે હેતુથી ગુજરાત પોલીસ વિભાગને પણ ગ્રેડ પે તથા અન્ય સુવિધાઓના લાભ આપવા ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર પાઠવી માંગ કરી છે. તેમણે વધુમાં માંગણી કરતા જણાવ્યું છે કે રાજ્યના પોલીસ વિભાગના એ.એસ.આઈ., કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલના ગ્રેડ પે ખૂબ જ ઓછા છે. તેના બદલે ૪ર૦૦, ૩૬૦૦, ર૮૦૦ ગ્રેડ પે કરવામાં આવે, તમામ કર્મચારીઓને મળતા વર્ષો જૂના ભથ્થામાં તાકીદે વધારો કરવામાં આવે, કેટલાક કર્મચારીઓને ર૪ કલાક ફરજ બજાવવાના આદેશ આપવામાં આવે છે તેની સામે તેમને ફકત ૮ કલાકનું વેતન ચૂકવવામાં આવે છે. જેથી ફરજ ઉપરનો સમય નક્કી કરવામાં આવે અને જાે ૮ કલાકથી વધારે નોકરીનો સમય હોય તો માનવ અધિકાર મુજબ યોગ્ય વળતર આપવામાં આવે. ગુજરાત પોલીસના કર્મચારીઓને કોઈપણ તહેવારની રજા મળતી નથી. તેથી તેઓને વીકઓફ મળે તે માટે નીતિનિયમો નક્કી કરવામાં આવે, ગુજરાતના અન્ય જિલ્લામાં કે અન્ય રાજ્યમાં તપાસ કે બંદોબસ્તમાં જતા પોલીસ જવાનોને સરકારી વાહન તથા તમામ સુવિધા આપવામાં આવે, ગુજરાત રાજ્યમાં ફિક્સ પગાર પ્રથા નાબૂદ કરવામાં આવે તથા સાતમા પગાર પંચ મુજબ પોલીસ વિભાગના તમામ કર્મચારીઓને સંપૂર્ણ પગાર મહેનતાણા સાથે તાકીદે ચૂકવવામાં આવે, દરેક પોલીસ કર્મચારીઓની દર ત્રણ વર્ષે બદલી ના કરતા પોતાના વતનના જિલ્લામાં જ આંતરિક બદલી કરવામાં અવે તથા અમુક કર્મચારીઓની નોકરીનો સમયગાળો પૂર્ણ ના થયો હોવા છતાં પણ કોઈજ કારણ આપ્યા વગર તેમની બદલી કરવામાં આવે છે જેના કારણે તેમના પરિવારને આર્થિક તેમજ માનસિક તકલીફ પડતી હોય છે જેનું સત્વરે નિકારકણ લાવવામાં આવે, જિલ્લાના એસઆરપી કર્મચારી/જવાોને વતનનો લાભ તથા સ્થ્યી ફરજ પૂરી પાડવામાં આવે, પોલીસ વિભાગમાં કોન્સ્ટેબલથી એસ.એસ.આઈ. સુધીના કર્મચારીઓને રજાના દિવસે ફરજ બજાવે તો રજાના દિવસનો પગાર ચૂકવવામાં આવે છે જ્યારે પી.એસ.આઈ. તથા તેમનાથી ઉપરના અધિકારીઓને પણ રજાના દિવસે ફરજ બજાવે છે, પરંતુ રજાના દિવસનો પગાર ચૂકવવામાં આવતો નથી, જેનું ચૂકવણું કરવામાં આવે સહિતની તમામ માગણીઓ સત્વરે સ્વીકારવામાં આવે તેમજ પોલીસ વિભાગ આંદોલન કરવા મજબૂર ના બને તથા તેમના દ્વારા કરવામાં આવતી કામગીરીની કદર કરવામાં આવે તેવી ધારાસભ્યએ વિનંતી કરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!