શિક્ષકો અને પોલીસ બાદ ૪ર૦૦ ગ્રેડ પે મામલે રાજ્યના નસિર્ગ સ્ટાફનું સરકાર સામે આંદોલન

રાજ્યમાં કોરોનાનો ભયંકર કેર છે કોરોના મહામારી વચ્ચે સરકારની મુશ્કેલીઓમાં વધારો જ થતો રહે છે. રાજ્ય સરકારની સામે એક પછી એક આંદોલન થઈ રહ્યા છે. લોકો કોરોનાને પરિણામે રસ્તા ઉપર ઊતરીને આંદોલન કરી શકતા નથી તેથી સોશ્યલ મીડિયાના માધ્યમથી ડિજિટલ આંદોલન શરૂ કરવાનું નક્કી કર્યું હોય તેવું લાગી રહ્યું છે. શિક્ષકોએ થોડાક દિવસો અગાઉ ૪ર૦૦ ગ્રેડ પેને લઈ સરકાર સામે ડિજિટલ આંદોલન શરૂ કર્યું હતું. શિક્ષકોના આંદોલન બાદ રાજ્યના પોલીસકર્મીઓએ પણ ગ્રેડ પેને લઈને ડિજિટલ આંદોલન શરૂ કર્યું છે. ત્યારે હવે પોલીસકર્મીઓ બાદ રાજ્યમાં કોરોના વોરિયર્સ કહેવાતા નસિર્ગ સ્ટાફ દ્વારા પણ સોશિયલ મીડિયાના માધ્યમથી ૪ર૦૦ ગ્રેડ પેની માગણી સાથે ડિજિટલ આંદોલન શરૂ કર્યું છે. નસિર્ગ સ્ટાફે સોશ્યલ મીડિયા ઉપર પોસ્ટ શેર કરીને જણાવ્યું છે કે, કોરોના વોરિયર્સ નામ આપી દીધું છે પણ ખરેખર જે નામ છે. નસિર્ગ ઓફિસર એ આપો તો કેટલું સારૂં ? ગ્રેડ પે #4200gradepaynurses આપો તો કેટલું સારૂં ? પ્રોફેશનલ કોર્સ કહેવાતા નસિર્ગને આઉટ સોર્સગથી ન ભરો તો કેટલું સારૂં ? નસિર્ગ સ્ટાફ ડિજિટલ આંદોલનના માધ્યમથી પોતાની ઓળખ નસિર્ગ ઓફિસર તરીકેની સરકાર સમક્ષ માંગ કરી રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને દિલ્હી જેવા રાજ્યોમાં નસિર્ગ સ્ટાફને નસિર્ગ ઓફિસર તરીકે જ ઓળખવામાં આવે છે. ત્યારે ગુજરાતમાં નસિર્ગ સ્ટાફ તરીકે ઓળખાય છે. આ બાબતે નસિર્ગ યુનિયનના વનરાજસિંહે જણાવ્યું હતું કે, રાજ્યની સરકારી હોસ્પિટલોમાં ૪૦,૦૦૦થી વધારે નસિર્ગ સ્ટાફ ફરજ બજાવે છે. ૧૧ મહિના અગાઉ જ આંદોલન શરૂ કર્યું હતું પરંતું કોઈ કારણસર આંદોલન આગળ વધ્યું નહીં. પરંતુ હવે ફરીથી નસિર્ગ સ્ટાફ દ્વારા ૪ર૦૦ ગ્રેડ પે માટે ટ્‌વીટર પર આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું કે, અન્ય રાજ્યોમાં નર્સને ૪ર૦૦થી ૪૪૦૦ ગ્રેડ આપવામાં આવે છે અને અહીં નર્સને માત્ર ર૮૦૦ રૂપિયા રોડ પે આપવામાં આવે છે તો બીજી તરફ વોશિંગ એલાઉન્સ, રિસ્ક એલાઉન્સ અને નસિર્ગ એલાઉન્સના પ૦૦૦ રૂપિયાની માંગ કરવામાં આવી છે અને તેની જગ્યાએ અત્યારે માત્ર ર૧૦ રૂપિયા મળે છે. જાે ૪ર૦૦ ગ્રેડ પે કરવામાં તો તેનાથી નસિર્ગ સ્ટાફને સારો ફાયદો થઈ શકે છે જેના કારણે આંદોલન શરૂ કરવામાં આવ્યું છે.
: બોકસ :
ગ્રેડ પે મામલે હવે ગ્રામ સેવકો પણ મેદાનમાં

શિક્ષકો, પોલીસ અને નસિર્ગ સ્ટાફ બાદ હવે રાજ્યમાં ગ્રામ સેવક તરીકે ફરજ બજાવતા કર્મચારીઓએ ટ્‌વીટર ઉપર અભિયાન #4200GradePay_GramSevak શરૂ કર્યું છે. ટેકનિકલ વર્ક હોવાથી તેમજ ખૂબ જ વધુ પ્રમાણમાં અને અનેક ગામડાઓની કામગીરી સંભાળતા હોઈ ગ્રામ સેવકોને પણ ૪ર૦૦નો ગ્રેડ પે મળવો જાેઈએ તેવી માંગ કરાઈ છે. અગાઉ ગ્રામ સેવકોને ર૮૦૦નો ગ્રેડ પે મળવાનો હતો. પરંતુ ક્યાંકને ક્યાંક સરકારની ઈચ્છા શક્તિ ન હોવાને કારણે ગ્રામ સેવકો ર૮૦૦ ગ્રેડ પેથી વંચિત રહ્યા હતા. ત્યારે હવે સરકાર ૪ર૦૦ ગ્રેડ પે આપી કૃષિ તેમજ વિકાસના કામોમાં મહત્ત્વની ભૂમિકા ભજવતા ગ્રામ સેવકોને ન્યાય આપવો જાેઈએ.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!