રાજ્યમાં હાલ કોરોના મહામારીનો કેર છે ત્યારે સોશ્યલ મીડિયાના માધ્યમથી સરકાર સામે અનેક વિભાગના કર્મીઓ ડિજિટલ આંદોલન ચલાવી રહ્યા છે, તો બીજી તરફ રાજ્યભરના બેરોજગારોએ પણ સરકાર સામે બાંયો ચઢાવી છે. ત્યારે ગાંધીનગર ખાતે શિક્ષિત બેરોજગારો ચિંતન શિબિર યોજવા જઈ રહ્યા હતા. જાે કે, શિક્ષિત બેરોજગાર યુવાનોની ગાંધીનગર ખાતે ચિંતન શિબિર યોજાય તે પહેલાં જ તમામ આંદોલનકારીઓની ગાંધીનગર પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. ગાંધીનગર ખાતે પ૦ જેટલા આંદોલનકારીઓ આયોજન અને આગામી રણનીતિ માટે એકઠા થયા હતા. આ તમામ લોકો મંજૂરી વગર એકઠા થયા હોવાનું કહી પોલીસે તમામ લોકોની અટકાયત કરી છે. પોલીસે યુવરાજસિંહ જાડેજા અને દિનેશ બાંભણિયાની પણ અટકાયત કરી છે. શિક્ષિત બેરોજગાર યુવાન આંદોલન સમિતિના સભ્યો દ્વારા રાજ્યના ૩૮ હજાર યુવાનોને રોજગારી આપવાની માંગ કરવામાં આવી રહી છે. તેમજ ર૦૧૮ના પરિપત્રના આધારે નિમણૂંક ન આપવા પણ સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. એક તરફ રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે જેને ઘટાડવા સરકાર મથામણ કરી રહી છે, તો બીજી તરફ શિક્ષિત બેરોજગારો દ્વારા નોકરી મેળવવા માટે સરકાર સમક્ષ સતત ઉઘરાણી કરવામાં આવી રહી છે જ્યારે સરકારના જ કેટલાક વિભાગના કર્મીઓ દ્વારા ગ્રેડ પે સહિતના મામલે સરકાર સામે ડિજિટલ આંદોલન છેડાયું છે જેને કારણે સરકાર બરોબરની ભેખડે ભરાઈ છે. ત્યારે હવે બેરોજગારીના મુદ્દે ઘેરાઈ ગયેલી સરકાર સમક્ષ માગણીઓ મૂકવા માટે શિક્ષિત યુવા બેરોજગાર સમિતિએ પણ સોશ્યલ મીડિયાનો સહારો લીધો છે. જાે કે, આજે તો આગળના આયોજન અને આગામી રણનીતિ માટે એકઠા થયેલા પ૦ જેટલા આંદોલનકારીઓની પોલીસે અટકાયત કરી લીધી હતી.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews