જૂનાગઢના ખ્યાતનામ હાજી રમકડુંને પદ્મશ્રી એવોર્ડ માટે નામાંકન કરવા ધારાસભ્ય ભીખાભાઈ જાેષીની અપીલ

તબલાં, ઢોલક વગાડનાર અદ્વિતીય કલાકાર હાજી રમકડુંને પદ્મશ્રી એવોર્ડ માટે નોમીનેશન કરવા જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઈ જાેષીએ તમામ લોકોને અપીલ કરી છે. આ અંગે જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઈ જાેષીએ જણાવ્યું હતું કે, હાજીભાઈ કાસમભાઈ મીરે ઢોલક અને તબલાંમાં પોતાનું આગવું કૌશલ્ય દાખવી હાજી રમકડુંએ ખ્યાતિ મેળવી છે. તેમણે દેશ વિદેશમાં અનેક કાર્યક્રમો કરી અને લોકોના દિલ જીતી લીધાં છે. સંતવાણીના ૩ પેઢીના ગાયકોની હાજી રમકડુંએ સંગત કરી ગુજરાતની સંસ્કૃતિ, એકતા અનં અખંડિતતા જાળવી છે. ત્યારે આ કલાકારનું પદ્મશ્રી એવોર્ડ માટે https://padmaawards.gov.in ઉપર નોમીનેશન કરવા ધારાસભ્ય ભીખાભાઈ જાેષી દ્વારા અપીલ કરવામાં આવી છે. આ અંગે હાજીભાઈ મીરે જણાવ્યું હતું કે, ૯ વર્ષની ઉંમરથી સંગીતના ડાયરામાં તબલા વગાડવાનું શરૂ કર્યું હતું. ૪ જાેડી તબલા, ઢોલક એકી સાથે વગાડતો હતો. તેમણે કરેલા રપ હજાર કાર્યક્રમોમાંથી ૧પ હજાર કાર્યક્રમો ગૌશાળાના લાભાર્થે કર્યા છે. દેશની સાથે વિદેશમાં પણ અસંખ્ય કાર્યક્રમો યોજેલ હોય મારૂં પદ્મશ્રી એવોર્ડ માટે નોમીનેશન થાય તેનો હક્કદાર છું.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!