જૂનાગઢ : કોરોનાને લઈ જટાશંકર મહાદેવ મંદિરે તમામ ધાર્મિક કાર્યક્રમો બંધ

જૂનાગઢ ગિરનારની સીડી ઉપર આવેલ પ્રસિધ્ધ ધામ જટાશંકર મહાદેવ મંદિર ખાતે કોરોના વાયરસને ધ્યાને લઈ આગામી શ્રાવણ માસ નિમિત્તે યોજાતા ધાર્મિક કાર્યક્રમો જેવા કે રૂદ્રી અભિષેક, દર સોમવારે મહાપુજા તેમજ મહાઆરતી, ભોજન તેમજ ભકતોને મંદિરના ગર્ભગૃહમાં પુજા પાઠ ન કરવા અને સરકારની ગાઇડલાઇન મુજબ વર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખીને તમામ ધાર્મિક કાર્યક્રમો બંધ રાખવામાં આવેલ છે. આ ઉપરાંત જટાશંકર મહાદેવ મંદિરમાં આગામી શ્રાવણ માસમાં ભાવિકો માટે માત્ર દર્શન કરી શકશે, પૂજા નહિ તેમજ નદીમાં સ્નાન કરી શકાશે નહીં જેની ભાવિકોએ નોંધ લેવા મહંત પૂર્ણાનંદબાપુએ જણાવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!