શીલનાં કારેજ ગામે ૧૮ જુગારી રૂા. ૭.૩૪ લાખનાં મુદામાલ સાથે ઝડપાયા

0

જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ અધિક્ષક મનીન્દર પવારની સુચના તેમજ જૂનાગઢ જીલ્લા પોલીસ વડા સૌરભ સિંઘના માર્ગદર્શન હેઠળ ક્રાઈમ બ્રાંચનાં પીઆઈ આર.કે. ગોહીલ, પીએેસઆઈ ડી.જી. બડવા, એસ.એ. બેલીમ, ડી.આર. નંદાણીયા, વી.કે. ચાવડા, બી.કે. સોનારા, ભરતભાઈ ઓડેદરા, જે.એચ. મારૂ, વી.એન. બડવા, દિવ્યેશકુમાર ડાભી, ભરતભાઈ સોલંકી, જયદીપભાઈ કનેરીયા, સાહિલભાઈ સમા, કરશનભાઈ કરમટા, ડાયાભાઈ કરમટા, યશપાલસિંહ જાડેજા, દિનેશભાઈ કરંગીયા વગેરે સ્ટાફે માંગરોળ તાલુકાનાં શીલ તાબેનાં કારેજ ગામે કેશુ દેવશી કોળી, કરમણ મુછાળ, ભુપત કાના બહારથી માણસો બોલાવી જુગાર રમાડાતો હોવાની માહીતી મળતાં રેડ કરતાં ૧૮ જુગારીઓને રોકડ રૂા. પ,રર,૩૮૦, મોબાઈલ-૧૭, મોટર સાયકલ-૬ મળી કુલ રૂા. ૭,૩૪,૮૮૦નાં મુદામાલ સાથે મયુર કોડીયાતર, મનસુખ સોલંકી, રાજુભાઈ કેશવાલા, ઈમ્તીયાઝ મુલતાની, નીલેશગીરી ગૌસ્વામી, કેશુભાઈ ઓડેદરા, વિનુભાઈ ડાકી, અનીલભાઈ પરમાર, દિપકભાઈ સોંદરવા, જયસુખભાઈ કયાડા, એભાભાઈ સુત્રેજા, પ્રદિપભાઈ મુળીયાસીયા, અરજણભાઈ સુવા, મહેશભાઈ વદર, કરમણભાઈ ગળચર, ચેતનગીરી ગૌસ્વામી, મયુરભાઈ ચૌહાણ અને આવળાભાઈ જાડેજાને ઝડપી લઈ જુગારધારા કલમ ૪, પ મુજબ શીલ પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાવેલ છે.
જયારે રેડ દરમ્યાન નાસી જનાર વાડી માલીક રામા હાજા મોકરીયા, કેશુ દેવશી મોકરીયા, કરમણ રૈયા મુછાળ, ભુપત કાના ચાવડાને ઝડપી લેવા ચક્રો ગતિમાન કરેલ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!