જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ અધિક્ષક મનીન્દર પવારની સુચના તેમજ જૂનાગઢ જીલ્લા પોલીસ વડા સૌરભ સિંઘની સુચનાથી, જૂનાગઢનાં ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાનાં માર્ગદર્શન હેઠળ મેંદરડાનાં પીએસઆઈ એ.બી. દેસાઈ, વી.ડી. ગીયડ, કૌશિકભાઈ પુરોહીત, કિરણબેન પરમાર વગેરે સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમ્યાન ભાલછેલ ગામની સીમમાં આવેલ મેનલેઈન હોટલનાં મેનેજર કપીલભાઈ રવીન્દ્રભાઈ ગૌસ્વામી તથા રફીક મુરદ બ્લોચ જુગાર રમાડતા હોવાની બાતમીનાં આધારે રેડ કરતાં કપીલભાઈ ગૌસ્વામી, સુલેમાનભાઈ હુસેનભાઈ, સુલેમાનભાઈ કાલાવત, આમદભાઈ કાલવાણીયા, મહમદફારૂક હુસેનભાઈ, હુસેનભાઈ ગોહેલ, આશીષભાઈ ગુજરાતી, હારૂન ઉંમરભાઈ, મંજુબેન વાઢેર, મીનાક્ષીબેન શાહને રોકડ રૂા. ૩૮,ર૯પ, મોબાઈલ ફોન-૯, ફોરવ્હીલ-૧, મોટર સાયકલ-ર મળી કુલ રૂા. પ,૪૮,૭૯પનાં મુદામાલ સાથે મેંદરડા પોલીસમાં જુગારધારા કલમ ૪, પ અંતર્ગત ગુનો નોંધાવેલ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews