કેશોદમાં માસ્ક વગર બહાર નીકળતા લોકો સામે કડક કાર્યવાહી

કોરોના મહામારીના કારણે લોકડાઉનની શરૂઆતથી માસ્કનો ઉપયોગ કરવાનું ફરજીયાત છે અને આ અંગે જાહેરનામા બહાર પાડવામાં આવેલ છે તેમ છતાં લોકો સરકારના આદેશ જાહેરનામાનું ચૂસ્ત પાલન કરતા નથી. ત્યારે પોલીસ તંત્ર દ્વારા અવારનવાર ચેકિંગ હાથ ધરી માસ્ક વગર નિકળતાં લોકો પાસેથી દંડ વસુલવામાં આવી રહ્યો છે. દરમ્યાન કેશોદના ટ્રાફિક પોલીસ દ્વારા શહેરના જુદા જુદા માર્ગોમાં માસ્ક વગર નીકળતા લોકો પાસેથી દંડ વસુલ કરવામાં આવી રહ્યો છે. જેમાં છેલ્લા એક સપ્તાહમાં પાંચસોથી વધુ લોકોને માસ્કનો ઉપયોગ ન કરવા બદલ એક લાખથી વધુનો દંડ વસુલવામાં આવ્યો છે અને હજુ પણ માસ્ક વગર નીકળતા લોકો પાસેથી દંડ વસુલવાની કામગીરી કરવામાં આવી રહી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!