વિશ્વ પ્રસિધ્ધ પવિત્ર શ્રાવણ માસનાં આગમન અંગેની સોમનાથ મંદિર ટ્રસ્ટ તથા પોલીસ, એસઆરપી અધિકારીઓની-જવાનોની ખાસ મીટીંગ સોમનાથ મંદિર ખાતે ગઈકાલે જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા અને સોમનાથ મંદિરનાં સુરક્ષા ડીવાયએસપી એમ.ડી. ઉપાધ્યાયની અધ્યક્ષતામાં મળી હતી. સોમનાથ મંદિર સુરક્ષાચક્રના નાયબ પોલીસ અધિક્ષક એમ.ડી. ઉપાધ્યાયે જણાવ્યું હતું કે રેન્જ આઈજી મનીન્દરસીંગ પવાર તથા ગીર સોમનાથ જીલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠીનાં માર્ગદર્શન હેઠળ પવિત્ર શ્રાવણ માસમાં સોમનાથ મહાદેવનાં દર્શને લાખો ભાવિકો ઉમટશે તેવી ધારણા સાથે જડબેસલાક તથા યાત્રિકો સાથે સારો વ્યવહાર રાખવાની સમજ આપી બંદોબસ્તનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હાલ મંદિર સુરક્ષામાં ૧ ડીવાયએસપી,
૩ પીઆઈ અને સુરક્ષા દળ છે તે ઉપરાંત બહારથી ૧ પીઆઈ, બે પીએસઆઈ અને ૬૦ પોલીસ જવાનોની ડીમાન્ડ મુકવામાં આવી છે. હાલ સોમનાથ ખાતે ૧ એસઆરપી કંપની, જીઆરડીનાં ૧૧પ જવાનો, ૪૭ પોલીસ કાર્યરત છે. અને પવિત્ર શ્રાવણમાસમાં ૩પ૦ જવાનો-અધિકારીઓનું સ્ટ્રેન્થ સુચારૂ વ્યવસ્થા જાળવવા પ્રયત્નશીલ છે. સોમનાથનાં દરિયા કિનારે ત્રાસવાદી પ્રવૃતિ ડામવા, વોચ રાખવા, ઘોડેશ્વાર પોલીસ, એસઆરપી, હોમગાર્ડઝ જવાન, સીસીટીવી કેમેરા, ડોગ સ્કવોડ, બોમ્બ ડીસ્પોઝલ સ્કવોડ બાજ નજર રાખી રહયાં છે. પવિત્ર શ્રાવણ માસમાં મંદિરમાં દર્શનાર્થીઓ માટે પ્રવેશ સવારે ૭.૩૦ થી ૧૧.૩૦, બપોરે ૧ર.૩૦ થી સાંજનાં ૬.૩૦ સુધી ખુલ્લું રહેશે. જયારે શ્રાવણ માસનાં પ્રત્યેક શની, રવી, સોમ સવારે ૬ થી ૬.૩૦ અને સાંજે ૭.૩૦ થી રાત્રે ૯.૧પ સુધી દર્શન ચાલુ રહેશે. શ્રાવણ માસનાં દિવસોમાં દર્શનનો સમય વધારી દર્શનાર્થીઓને પ્રવેશ અપાશે. આમ બે કલાક જેટલો સમય વધારાનો મળશે.
વિશ્વ કોરોના મહામારી વાયરસ અનુસંધાને શ્રાવણ માસમાં ત્રીસ્તરીય ચેકીંગ કરાશે. જેમાં પ્રથમ ગેઈટ ઉપર મેડીકલ સ્ટાફ થર્મલ ગનથી ટેમ્પરેચર પછી સેનેટરાઈઝડ સ્પ્રે ટનલમાંથી દર્શનાર્થીઓને પસાર કરાશે. ત્યારબાદ પોલીસ જવાનો અંગ તપાસ ડોરફ્રેમ મેટર ડીરેકટરથી કરશે ત્યારબાદ દિગ્વીજય દ્વાર ખાતે ડોરફ્રોમ મેટલ ડીરેકટર અને અંગ તપાસ કરવામાં આવશે. સમગ્ર પોલીસ જવાનોનું હેલ્થ ચેકઅપ વારંવાર કરાતું રહેશે તેમ જણાવ્યું હતું.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews