કોરોના સંક્રમણને અટકાવવા પોલીસ તંત્ર સજ્જ : જીલ્લાનાં પ્રવેશ દ્વાર પાસે સઘન ચેકીંગ હાથ ધરાયું

0

જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીંદર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ અધિક્ષક સૌરભ સિંઘના માર્ગદર્શન અને સુચના મુજબ જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનના સાંકળીધાર, ભેસાણ પોલીસ સ્ટેશનના ખજૂરી હડમતીયા તથા વિસાવદર પોલીસ સ્ટેશનના વેકરીયા ખાતે આંતર જિલ્લા ચેક પોસ્ટ ફરીથી ચાલુ કરી, ખાસ ચેકીંગની વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે. આ ત્રણેય ચેક પોસ્ટ ઉપર પીએસઆઈ સહિતના પૂરા સ્ટાફ સાથે ચેકીંગ હાથ ધરી, સાથે સાથે મેડિકલ તપાસણી પણ કરવાની વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે. આ ચેક પોસ્ટ પૈકી સાંકળીધાર ચેક પોસ્ટ ઉપર પીએસઆઈ પી.જે.બોદર તથા પીએસઆઈ કે.સી. રાણાને મૂકી, ચેકીંગની રાઉન્ડ ધ ક્લોક વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે. આ ત્રણેય ચેક પોસ્ટનું સુપરવિઝન જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા ઉપરાંત વિસાવદર પીઆઇ એન.આર. પટેલ, ભેસાણ પીએસઆઈ આર.એ.જાડેજા તથા તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ વી.યું.સોલંકીને પણ ખાસ જવાબદારી સોંપવામાં આવેલ છે. જૂનાગઢ જિલ્લા પોલીસ વડા સૌરભ સિંઘ દ્વારા જિલ્લામાં વધેલ કોરોના સંક્રમણને અટકાવવા એક પછી એક પગલાં લેવાનું શરૂ કરવામાં આવેલ છે. જે અનુસંધાને માસ્કની ડ્રાઇવની પણ લોકોમાં ખાસ અસર થઈ હોય, મોટા ભાગના લોકો માસ્ક પહેરવા લાગેલ છે. નાઈટ કરફ્યુનો પણ કડક અમલ શરૂ કરવામાં આવતા લોકો ૧૦.૦૦ વાગ્યા પછી બિન જરૂરી બહાર નીકળતા બંધ થયેલ છે. વધુમાં, હવે બહારના જિલ્લામાંથી આવતા લોકોને જિલ્લાની બોર્ડર ઉપર જ મેડિકલ ચકાસણી કરીને આવવા દેવામાં આવશે અને ચેકીંગમાં કોરોના વાયરસ શંકાસ્પદ જણાયે તાત્કાલિક કોરોના ટેસ્ટ કરાવી પછી જ આગળ જવા દેવામાં આવશે અને કોરોના પોઝીટીવ જણાયે તાત્કાલિક અસરથી કવોરન્ટાઇન કરવામાં આવશે જેથી કોરોના વાયરસનું સંક્રમણ ઘટશે. આમ, જૂનાગઢ પોલીસ દ્વારા એક પછી એક પગલાઓ ભરી, કોરોના સંક્રમણ અટકાવવા માટે કમર કસી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!