જૂનાગઢ શહેર અને જિલ્લામાં કોરોનાના કેસોમાં ઘટાડો થતાં લોકો અને તંત્રમાં રાહતની લાગણી

જૂનાગઢ જિલ્લામાં કોરોના સંક્રમણની સંખ્યા ઘટી હોય તેમ ગઈકાલે ૧૭ કેસ નોંધાતાં લોકો અને તંત્ર એ પણ હાશકારાનો દમ લીધો છે. છેલ્લા એક સપ્તાહથી કોરોનાના કેસોની સંખ્યામાં મોટો ઉછાળો આવ્યો હતો. સતત વધતા જતા કોરોનાના કેસોને લોકો અને તંત્રમાં પણ ચિંતાની લાગણી ફરી વળી હતી. જાે કે એક સપ્તાહ વિત્યા બાદ ગઈકાલે કોરોનાના કેસોની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે અને કુલ ૧૭ કેસ કોરોના પોઝીટીવ આવેલ છે. જાે કે, ૧૩ કેસ જૂનાગઢ સીટીના હોય જૂનાગઢ શહેરમાં કોરોનાની સ્થિતિ યથાવત રહી હોય લોકોએ સાવચેતી રાખવી જરૂરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગત સપ્તાહ દરમ્યાન કોરોનાના કેસો કુદકેને ભૂસકે વધી રહ્યા હતા અને લોકોમાં ભયનો માહોલ સર્જી દીધો છે. કોરોનાની મહામારીમાં એકતરફ કોઈ અસરકારક દવા શોધાઈ નથી તો બીજી તરફ કેસો અટકવાનું નામ લેતા નથી. તેવા સંજાેગોમાં લોકો ભયભીત હોય આ દરમ્યાન ગઈકાલે કોરોનાના કેસોમાં થોડોક ઘટાડો થતાં લોકોને રાહત થઈ છે. આ સાથે જ કોરોનાના સંક્રમણ સામે લોકો પણ જાગૃતિ દાખવે અને તમામ પ્રકારની સાવચેતી રાખે તે અંગે જરૂરી બની ગયું છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!