જૂનાગઢનાં મુબારકબાગ ખાતે ઘોડીપાસાનો જુગાર રમતાં પ ઝડપાયા

જૂનાગઢ બી ડીવીઝન પોલીસ સ્ટેશનનાં પોલીસ સબ ઈન્સ્પેકટર એન.જી.પરમાર અને સ્ટાફે ચોક્કસ બાતમીનાં આધારે મુબારકબાગ ખાતે જુગાર અંગે દરોડો પાડતાં આ કામનાં સલીમબીન અલીભાઈ, પરેશભાઈ ભરતભાઈ, કમલેશ ઉર્ફે મચ્છર સુરેશભાઈ, સુરેશભાઈ સોમાભાઈ, હુશેનભાઈ ઈસ્માલભાઈ જાહેરમાં ઘોડી પાસાનો જુગાર રમતાં કુલ રૂા. ર૬૩પ૦નાં મુદ્દામાલ સાથે ઝડપાઈ ગયેલ છે જ્યારે આ દરોડા દરમ્યાન શીવા હીરાભાઈ મકવાણા, સાજણ જીલુભાઈ મકવાણા, અફજલ ઉર્ફે પોચકી નાશી જવામાં સફળ રહેતાં તેને ઝડપી લેવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!