કોયલી ખાતે ફરીયાદ પાછી ખેંચી લેવા ધમકી આપી

વંથલી તાલુકાનાં કોયલી ખાતે રહેતાં એક પરિવારની મહિલાએ પોલીસમાં આ કામનાં આરોપી દિલીપભાઈ વિરાભાઈ પરમાર વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે આ કામનાં ફરીયાદી તથા તેના ઘરવાળાએ ભાગ્યું રાખેલ હોય ત્યાં વાડીએ જતા હતા તે દરમ્યાન આ કામનાં આરોપીના ઘર પાસે પહોંચતા આ કામનાં આરોપીએ કહેલ કે તારી દિકરીએ મારી ઉપર પોકસોની ફરીયાદ કરેલ છે તે પાછી ખેંચી લેજે તેમ કહી સાહેદને તલવાર મારવા જતા તેઓ હટી જતા તેમને સહેજ તલવાર અડી જતા છરકા જેવી ઈજા થઈ હતી તેમજ ગાળો કાઢી જાનથી મારી નાંખવાની ધમકી આપી ફરીયાદીની ગાડીમાં નુકશાન કરતાં પોલીસે આ બનાવ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!