ઉના પંથકમાં જુગારની રેડ દરમ્યાન રૂા. પ૮પ૦૦ સાથે ૧૮ જુગારી ઝડપાયા

ઉના તાલુકાનાં માણેકપુર ગામે જાહેરમાં જુગાર રમતા રામજી રાઠોડ, ભાણજી રાઠોડ, જેત્ની રાઠોડ, પાલા રાઠોડને રૂા. ર૧૭૩૦ રોકડ સાથે પોલીસે ઝડપી લીધેલ છે. જયારે તડ ગામેથી ઘોડીપાસાનો જુગાર રમતા પિયુષ વાળા, શાંતિ મકવાણા, અરવિંદ બાંભણીયા, ભુપત દમણીયાને રૂા. ૧૧,ર૦૦ સાથે પોલીસે ઝડપી લીધેલ છે. જયારે દેલવાડા ગામે શ્યામનગર પાછળ જુગાર રમતા અજય વાજા, કાનજી વાજા, પંકજ બાંભણીયા, અશોક બાંભણીયા, અશ્વીન ચારણીયા, ગોવિંદ બાંભણીયા, યોગેશ ચારણીયા, કૈલાસ સોલંકી, અજય ચારણીયા, જગદીશ મરાઠી, નવનાથ મરાઠીને રોકડા રૂા. ર૬પ૭૦ ઝડપી લીધેલ હતાં. આમ કુલ ૧૮ લોકોને  રૂા. પ૮પ૦૦ સાથે પોલીસે ઝડપી લીધેલ છે.મોટર સાયકલની ચોરી ઉના તાલુકાનાં માઢ ગામ પાસે જયેશભાઈ ધીરૂભાઈ સોસાનું મોટર સાયકલ નં. જીજે-૩ર-જે- ૮૬ર કિંમત રૂા. રપ હજારની ચોરી થયાની પોલીસમાં ફરીયાદ નોંધાવી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!