સુપાસી પાસે રીક્ષા પલ્ટી જતા એકનું મોત : ત્રણને ઇજા

વેરાવળ નજીક સુપાસી ગામ પાસે ત્રોફા ભરેલ છકડો રીક્ષાનું આગલું ટાયર ફાટતા રીક્ષા પલ્ટી ખાઇ જતા ચાલક સહીત ત્રણને ઇજાઓ પહોંચેલ હતી. જેમાં રીક્ષામાં પાછળ બેસેલ માંગરોળનાં યુવાનનું મૃત્યુ નીપજેલ છે.
આ અકસ્માતની પ્રાપ્ત વિગત મુજબ માંગરોળ ખાતે રહેતા અબ્બાસ હાસમભાઇ ખાસદાર છકડો રીક્ષા નં. જી.જે. ૧૧ યુ.યુ. ૦૪૪૭ માં વેરાવળ થી ત્રોફા ભરી હસનાવદર જવા નીકળેલ જયારે આ રીક્ષામાં સુપાસી ગામ પાસે પહોંચતા રીક્ષાનું આગલું ટાયર ફાટતા રીક્ષા ઉપરનો કાબુ ચાલક ગુમાવતા રીક્ષા ડીવાઇડર સાથે અથડાઇ પલ્ટી ખાઇ ગયેલ હતી. આ અકસ્માતમાં ચાલક અબ્બાસને સામાન્ય ઇજાઓ થયેલ જયારે રીક્ષામાં પાછળ બેસેલા ઇસ્માઇલ તથા સોહીલને વધારે ઇજાઓ સાથે ઇમરજન્સી સેવા ૧૦૮ દ્વારા વેરાવળ સીવીલ હોસ્પીટલમાં ખસેડેલ જયાંથી વધુ સારવાર માટે જૂનાગઢ જઇ રહેલ તે વખતે કેશોદ પાસે ઇલ્યાસનું મૃત્યું નીપજેલ હતું. આ બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!