વેરાવળ-સુત્રાપાડામાં બે સ્થળે પાના ટીંચતા સાત શખ્સો ઝડપાયા

0

સુત્રાપાડા પોલીસે બાતમીના આધારે ઉપલાપાડાના નવાપરા વિસ્તારમાં ગૌશાળાની બાજુમાં જાહેરમાં સ્ટ્રીટ લાઇટના અંજવાળે જુગાર રમતા, પરેશ પંડયા, નરેશ જેઠવા, જીતુ કામળીયાને રોકડા રૂા.૧૪,૩૭૦ ની સાથે ઝડપી લઇ જુગાર ધારા કલમ ૧ર મુજબ ગુન્હો નોંધેલ છે. આ ઉપરાંત વેરાવળ ડી સ્ટાફે પેટ્રોલીંગ દરમ્યાન મળેલી બાતમીના આધારે જૂના ભોયવાડાના નાકા પાસે આવેલ વડલાના વૃક્ષ નીચે જાહેરમાં જુગાર રમતા યુસુફ ઉર્ફે યુસુફ પંજા, નુરમહમદ ઉર્ફે સાકીર સતારભાઇ ગીરી, અલીમહમદ સેલત, અબ્દુલ રજાકને રોકડા રૂા.૬૬ર૦ ની સાથે ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!