પ્રાંચી સબ ડીવીઝનમાં આવતા પ્રશ્નાવડા ગામે આવેલ છ ગામને જયોતીગ્રામના પાવર હાલમાં આપવામાં આવે છે. આ ફીડરમાં પૂર્વ તરફ પાધરૂકા, થરેલી, બરૂલાા અને કડછલા ગામ આવેલ છે. જયારે છગીયા અને મોરાસા ગામો પશ્ચિમ દિશા તરફ આવેલા છે. તેથી થરેલી, પાધરૂકા, બરૂલા અને કડછલા આ ચાર ગામોની સમસ્યા એવી છે કે મોરાસા અને છગીયાની લાઈનોમાં અવાર નવાર મોટા ફોલ્ટ થાય ત્યારે પાવર બંધ રહે છે. આ ગામોમાં લાઈટ આધારીત ધંધા રોજગારને ભારે તકલીફ પડે છે તેથી ગ્રામ પંચાયતનાં સરપંચ રામભાઈ દ્વારા પીજીવીસીએલનાં લાગતા વળગતા અધિકારીઓને પત્ર લખી જણાવેલ છે કે પ્રશ્નાવડા ૬૬ કેવીના ચામુંડા ફીડરમાંથી છગીયા અને મોરાસા માટે બાયફર્ગેશના કરીને થરેલી, પાધરૂકા, બરૂલા અને કડછા ગામને વ્યવસ્થીત પાવર મળી રહે તે અંગે યોગ્ય કરવા માંગણી કરેલ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews