દેવભૂમિ દ્વારકા જીલ્લામાં કોરોનાનું સ્થાનિક સંક્રમણ હવે જાણે દિવસે દિવસે વધી રહ્યું તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. શનિવારે દ્વારકા તાબેના ભીમરાણા વિસ્તાર એક સગર્ભા યુવતી તથા કલ્યાણપુર તાલુકામાં ૫૭ વર્ષના પ્રૌઢને આવેલા બે પોઝિટિવ કેસ બાદ સોમવારે દ્વારકા તાલુકાના પ્રાંત અધિકારી તથા ખંભાળિયામાં કોરોના સંક્રમણની સારવાર લઈ, ડિસ્ચાર્જ થયેલા પ્રૌઢના ધર્મ પત્નિ અને માતા મળી, કુલ ત્રણ પોઝિટિવ કેસ નોંધાયા છે. દેવભૂમિ દ્વારકા જીલ્લાના દ્વારકાની પ્રાંત કચેરી ખાતે પ્રાંત અધિકારી તરીકે ફરજ બજાવતા નિહાર ભેટારીયા નામના ૩૧ વર્ષના અધિકારીને છેલ્લા દિવસોમાં ઉધરસ તથા શરદી જેવા કોરોના પ્રાથમિક લક્ષણો હોવાથી તેમનું કોરોના અંગેનું સેમ્પલ રવિવારે લેવામાં આવ્યું હતું. તેનો રિપોર્ટ સોમવારે પોઝિટિવ આવ્યો છે. આ અધિકારી અન્ય કોઈ જીલ્લાની ટ્રાવેલ્સ હિસ્ટ્રી ધરાવતા નથી. પરંતુ તેમના માતાની સારવાર અર્થે તેઓ ખંભાળિયામાં ડો. રામ ચાવડા તથા ડો. ભાવેશ ધારવિયા સહિત ખાનગી હોસ્પિટલની મુલાકાત લીધી હતી. ત્યાર બાદ તેઓ ઘરે જ હતા. દ્વારકાના પ્રાંત અધિકારી કોઈ દેખીતા સંક્રમણ વગર કોરોનાનો શિકાર કઈ રીતે બન્યા તે જાણવા જીલ્લા આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews