દેશભરમાં ઉપયોગમાં લેવામાં વાલ્વવાળા ‘માસ્ક’ જોખમી : પ્રતિબંધ મૂકવા માંગ

0

કોરોના વાયરસે આખા વિશ્વને બાનમાં લીધું છે. તબીબોના મતે કોરોના વાયરસથી બચવા માટેનો અકસીર ઉપાય સોશ્યલ ડિસ્ટન્સીંગ અને મોઢા ઉપર માસ્ક પહેરી રાખવું, એ જ છે. જેનું પાલન મહદંશે લોકો પણ કરતા થયા છે. પરંતુ માસ્કના ઉપયોગ બાબતે યોગ્ય સમજણના અભાવે કોરોના વાયરસનો ખતરો ઓછો થતો દેખાઈ રહ્યો નથી. લોકોની માસ્ક પહેરવાની અયોગ્ય રીત તથા પોતાના સ્ટેટસ સિમ્બોલ તરીકે ઉપયોગમાં લેવાતા હોય તેવા વાલ્વવાળા માસ્ક જોખમી હોવાનું તબીબોનું કહેવું છે.  વાલ્વવાળા માસ્કનો ઉપયોગ કરનારો વ્યકિત પોતે સુરક્ષિત થઈ જાય છે. પરંતુ, તેનાથી સામેવાળી વ્યકિત અસુરક્ષિત રહે છે. વાલ્વવાળા માસ્કનો ઉપયોગ ઈન્ડસ્ટ્રીઝમાં સૌથી વધુ થાય છે. આ માસ્કના ઉપયોગમાં ઈન્ડસ્ટ્રીઝમાં કામ કરનારા વ્યકિતને બહારની શુદ્ધ હવા મળે છે. તેને શ્વાસ લેવામાં તકલીફ નહીં થાય માટે વાલ્વ વાટે માસ્કમાંથી સંપૂર્ણ હવા બહાર ફેંકાય છે. કોઈ ચેપગ્રસ્ત વ્યકિત વાલ્વવાળા માસ્કનો ઉપયોગ કરે તો તેના થકી ચેપ પ્રસરવાની પૂરેપૂરી સંભાવના રહેલી હોય તેના ઉપર પ્રતિબંધ મૂકવા તબીબોમાં સૂર ઉઠ્‌યો છે.
વાલ્વવાળા માસ્ક કોરોના ફેલાવી શકે વાલ્વવાળા માસ્કમાં હવા ફિલ્ટર થઈને અંદર આવે છે અને ફિલ્ટર થયા વગર બહાર જાય છે. કોઈ ચેપગ્રસ્ત વ્યકિતએ આ માસ્ક પહેર્યું હોય તેની સાથે ઊભેલા વ્યકિતએ માસ્ક નહીં પહેર્યું તો તેને ચેપ લાગવાની પૂરેપૂરી સંભાવના રહેલી છે. સાદું માસ્ક, કપડું કે ગમછો મોઢા ઉપર બાંધી રાખો તેનાથી વધુ સુરક્ષા મળી શકે છે અને સામાવાળા વ્યકિતને નુકશાન પણ થશે નહીં.
ક્લોઝ કોન્ટેક્ટમાં રહેનારને ચેપ લાગી શકે
માસ્ક પહેરવા પાછળનો મુખ્ય આશય તમે જે શ્વાસ બહાર કાઢો છો તે લોકો સુધી નહીં પહોંચે તે હોય છે. જોકે, વાલ્વવાળા માસ્ક પહેરવાથી શ્વાસ સરળતાથી બહાર નિકળી જાય છે. જેને લીધે ક્લોઝ કોન્ટેકમાં રહેનાર વ્યકિતને ચેપ લાગી શકે છે. આ પ્રકારના માસ્ક પહેરવાથી પોતાને ફાયદો થશે. બીજાને નહીં, આ માસ્કથી ગભરામણ ઓછી થતી હોય લોકો વધુ ઉ૫યોગ કરે છે.
યોગ્ય સ્તરે રજૂઆત કરવામાં આવશે
વાલ્વવાળા માસ્ક ફકત પહેરનાર વ્યકિત માટે સુરક્ષિત કહી શકાય છે. આ પ્રકારના માસ્કનો ઉપયોગ કરનાર દર્દીને બીજી વખત હોસ્પિટલ કે દવાખાના ઉપર આવું માસ્ક પહેરીને નહીં આવવા માટે કહી દેવાય છે. વાલ્વવાળા માસ્ક ઉપર પ્રતિબંધ મુકવા માટે યોગ્ય સ્તરે રજૂઆત કરવામાં આવશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!