ગુજરાતનાં ડીજીપી શિવાનંદ ઝા ત્રણ માસના એકટેન્સન બાદ ચાલું માસમાં જ નિવૃત થઈ રહ્યા છે ત્યારે ડીજીપી પદ માટે રાજયના ૧૩ સિનિયર આઈ.પી.એસ અધિકારીઓ વચ્ચે હોડ જામતા રાજય સરકાર પણ મુંઝવણમાં મુકાઈ ગઈ છે અને સરકારે તમામ દાવેદારોના નામ યુ.પી.એસ.સીને મોકલી આપ્યા છે. જો કે, આમ છતા ગુજરાતમાં ડીજીપીનું પોસ્ટીંગ કરવામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહની જ પસંદગી ફાઈનલ રહેશે અને અમિત શાહના વિશ્વાસુ હોય તેવા અધિકારીને જ તેના હોમસ્ટેટમાં ડીજીપી બનાવવામાં આવશે તેવુ માનવામાં આવે છે. ગુજરાતના ડીજીપી શિવાનંદ ઝા ગત એપ્રિલ મહિનામાં વય મર્યાદાના કારણે નિવૃત્ત થવાના હતા. પરંતુ સરકારે નિવૃત્તિના દસ દિવસ પહેલા ડીજીપી શિવાનંદ ઝાને ત્રણ મહિનાનું એક્સટેન્સન આપ્યંુ હતું.
રાજ્યમાં કોવિડ-૧૯ દરમ્યાન પરિસ્થિતિ નિયંત્રણ બહાર હતી. તે સમયે નિવૃત્ત થઈ રહેલા ડીજીપી શિવાનંદ ઝાને ત્રણ મહિનાનું એક્સટેન્શન આપવામાં આવ્યું હતું પરંતુ હવે રૂપાણી સરકારે મન બનાવી લીધું છે કે, શિવાનંદ ઝાને એક્સટેન્શન આપવામાં નહીં આવે અને નિવૃત્ત કરી દેવામાં આવશે. ગુજરાતના ડીજીપી શિવાનંદ ઝા પૂર્વ ડીજીપી ખંડવાવાલા બાદ પ્રથમ ડીજીપી છે જેમને ત્રણ મહિનાનું એક્સટેન્શન મળ્યું છે. પૂર્વ ડીજીપી ખંડવાવાલાને ત્રણ મહિનાનું એક્સટેન્શન લોકસભાની ચૂંટણીના કારણે મળ્યું હતું. પરંતુ ગુજરાતમાં આઠ બેઠકોની પેટાચૂંટણી અન્ય કોઈ ડીજીપીના નેતૃત્વ હેઠળ યોજાઈ શકે તેવી રણનીતિ રૂપાણી સરકારે તૈયાર કરી દીધી
છે.
ગુજરાતના હાલના ડીજીપી શિવાનંદ ઝા વધુ એક્સટેન્શન માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. પરંતુ રૂપાણી સરકારના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા ડીજીપી શિવાનંદ ઝાને વધુ ત્રણ મહિનાનું એક્સટેન્શન આપવા તૈયાર નથી. દરમ્યાનમાં ગૃહવિભાગે ૧૩ આઈપીએસ અધિકારીઓની પેનલ યુપીએસસીને મોકલી આપી છે. જેમાં ૧૯૮૪ બેચના રાકેશ અસ્થાના, ૧૯૮૫ બેચના અમદાવાદ પોલીસ કમિશ્નર આશિષ ભાટિયા, હોમ ગાર્ડના કમાન્ડન્ટ ટીએસ બીષ્ટ, લાંચ-રિશ્વત બ્યૂરોના એડિશનલ કૈશવ કુમાર, તેમની જ બેચના પોલિસ રિફોર્મના એડીજી વિનોદ મલ, સીઆઈડી ક્રાઈમ અને સીઆઈડી ઇન્ટેલિજન્ટના એડીજી સંજય શ્રીવાસ્તવ, સીઆરપીએફના એડિશનલ ડાયરેક્ટર એકે શર્મા, એસસીએસટી સેલના કેકે ઓઝા, સરદાર પટેલ એકેડમીના ડાયરેક્ટર અતુલ કરવાડ, સીબીઆઈના જોઈન્ટ ડાયરેક્ટર પ્રવિણ સિન્હા, ઇન્ટેલિસન્સના એડિશનલ ડાયરેક્ટર વિવેક શ્રીવાસ્તવા, ગુજરાતના એજી વિકાસ સહાય, સીઆઈડી ક્રાઈમના અનિલ પ્રથમ અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના સ્પેશિયલ કમિશ્નર અજય તોમરના નામ યુપીએસસીને મોકલી આપવામાં આવ્યા છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews