કોવિડ-૧૯ની મહામારી દિવસેને દિવસે વધી રહી છે ત્યારે દરેક તાલુકા મથકોએ કોરોના પોઝિટિવ દર્દીઓને પ્રાથમિક સારાવાર મળે તથા ક્વોરન્ટાઈન વ્યવસ્થા ઊભી કરવા જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ સમિતિ અને વિસાવદર ધારાસભ્ય હર્ષદ રીબડિયાએ ક્લેક્ટરને રજૂઆત કરી છે. રજૂઆતમાં જણાવ્યા અનુસાર જૂનાગઢ જિલ્લા અને જૂનાગઢ સિટીમાં દિવસેને દિવસે કોવિડ- ૧૯ની મહામારી વધી રહી છે ત્યારે આપ સહિત જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્રના સતત અથાક પ્રયાસો હોવા છતાં પણ કુદરતી કોપ કોરોનાની મહામારી પીછેહટ કરવાનંુ નામ નથી લેતી. જેથી હાલમાં દરેક કોરોનાના પોઝિટિવ કેસોને જૂનાગઢ સિટીમાં જ લાવવા પડે છે ત્યારે આગોતરા આયોજન ભાગરૂપે દરેક તાલુકા મથકોએ કોરોના પોઝિટિવ કેસોના દર્દીઓને પ્રાથમિક સારવાર મળી રહે તથા ક્વોરન્ટાઈનની વ્યવસ્થા કરવામાં આવે નહીંતર હાલમાં જે ઝડપે કોવિડ-૧૯ પ્રસરી રહ્યું છે ત્યારે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં અને ભવનાથમાં જે વ્યવસ્થાઓ કરવામાં આવેલ છે ત્યાં વધુ દર્દીઓના કારણે અવ્યવસ્થા સર્જાશે અને તે વ્યવસ્થા ટૂંકી પડશે જેની તકેદારીના ભાગ રૂપે દરેક તાલુકા મથકોએ ક્વોરન્ટાઈનની વ્યવસ્થા અને સામાન્ય કોરોનાના લક્ષણોવાળા દર્દીઓને તાલુકા મથકોએ જ પ્રાથમિક સારવાર મળી રહે તેવું આયોજન કરવું અત્યંત જરૂરી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews