ગાયના છાણમાંથી ઈકો-ફ્રેન્ડલી પ્રતિભા બનાવી ગણેશોત્સવ મનાવીએ : ડો.કથીરીયા

0

સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાતમાં આગામી ગણેશોત્સવ અને અન્ય પર્વોની શુભકામનાઓ પાઠવવાની સાથે આ વર્ષે પર્યાવરણ રક્ષા અર્થે ઈકો ફ્રેન્ડલી ગણેશજી પ્રતિમાનું ગણેશોત્સવ દરમ્યાન સ્થાપન કરવા કામધેનું આયોગે આ વર્ષે ગોમય ગોબરથી બનાવેલી ગણેશજીની પ્રતિમાનું સ્થાપન, પૂજન માટે અભિયાનરૂપે જનતા જનાર્દન સમક્ષ અનુરોધ કર્યો છે.
આ વર્ષે સમગ્ર દેશની ગૌશાળાઓને તથા યુવા મહિલા ઉદ્યમીઓ, મહિલા સેલ્ફ હેલ્પ ગૃપ, સામાજીક, ધાર્મિક સંસ્થાઓ અને ગૌસેવકોને ભારતીય દેશી ગાયોના ગોબરમાંથી ગણેશજીની અલગ અલગ સાઈઝની મૂર્તિઓ બનાવવા આગળ આવવા અને આ અભિયાનમાં જાેડાવા આગ્રહ કર્યો છે. રાષ્ટ્રીય કામધેનુ આયોગના ચેરમેન અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ડો.વલ્લભભાઈ કથીરીયાએ જણાવ્યું છે કે રાજકીય, સામાજીક અગ્રણીઓ ધર્મ સંપ્રદાયના વડાઓ અને પ્રતિષ્ઠીત સેલીબ્રીટીઓને આ અભિયાનમાં સહયોગ આપવા અપીલ કરવામાં આવી છે.
વર્તમાન સમયમાં કોરોના સંક્રમણકાળમાં સૌ પોતપોતાના ઘરમાં ગોબર ગોમયમાંથી બનાવેલા ગણપતીજીનું સ્થાપન કરી પૂજન અર્ચન કરી ગણપતિ ઉત્સવ મનાવે. સાથે સાથે જયારે વિસર્જન કરવામાં આવે ત્યારે ઘરના જ વૃક્ષો છોડ માટે ખાતર તરીકે ઉપયોગ કરે. ડો.કથીરીયા જણાવે છે કે ગોમય ગોબરની ગણેશજીની પ્રતિમાના ઉપયોગથી પર્યાવરણ રક્ષા થશે. પોઓપીથી થતું પ્રદુષણ અટકશે. ઘરમાં ગોબરના રાખવાથી નુકશાનકારક કિરણો અટકાવી શરીરનું રક્ષણ થશે. ઘરમાં પવિત્રતા રહેશે. પગોમયે વસતે લક્ષ્મી મુજબ ઘરમાં સમૃધ્ધી વધશે. ભગવાન શ્રી ગણેશજીના આશીર્વાદ પ્રાપ્ત થશે અને વિસર્જીત પ્રતિમાનો જૈવિક ખાતર તરીકે ઉપયોગ થશે. પરોક્ષ રીતે ગૌસેવાનું પુણ્ય પ્રાપ્ત થશે. યુવા મહીલાઓને રોજગારી મળશે. ગૌશાળાઓ સ્વાવલંબી બનશે. સ્વદેશી અને આત્મ નિર્ભરતાનો ઉદેશ સિધ્ધ થશે. જનતા જનાર્દનને આ અભિયાનમાં તન મન ધનથી જાેડાવા આગ્રહ કરી રાષ્ટ્રીય કામધેનું આયોગના જન અભિયાનને સાર્થક કરવા ડો.વલ્લભભાઈ કથીરીયાએ અનુરોધ કર્યો છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!