ગીર સોમનાથમાં ૧૮ કેસ અને ૧ મૃત્યું

0

ગઈકાલે ગીર સોમનાથ જીલ્લાના છ તાલુકામાંથી ૧૮ પોઝીટીવ કેસો સામે આવ્યા છે. જીલ્લા મથક વેરાવળમાં પોઝીટીવ આવેલા એક દર્દીનું સારવાર દરમ્યાન શંકાસ્પદ મોત નિપજયુ છે. જીલ્લામાં આજ સુધીમાં કોરોનાના કુલ કેસો ૨૭૯ છે. જેમાંથી ૧૨૮ એકટીવ કેસો છે અને ૧૪૨ દર્દીઓને ડીસ્ચાર્જ કરાયા છે.
૯ લોકોના મૃત્યું થયા છે. ગીર સોમનાથ જીલ્લામાં દરરોજ કોરોનાના કેસોનો આંકડો ૨૦ આસપાસ આવી રહયો હોવાથી લોકોમાં ગભરાટ ફેલાય રહયો છે. છેલ્લા પંદરેક દિવસથી જીલ્લામાં દરરોજ દસ થી ૨૦ કેસો સરેરાશ આવી રહયા છે. દરમ્યાન ગઈકાલે એકીસાથે ૧૮ જેટલા પોઝીટીવ કેસો આવ્યા છે. જેમાં વેરાવળ શહેરમાંથી ૨, કોડીનાર શહેરમાંથી ૧, તાલુકાના ડોળાસા -૧, માઢવાડ-૧, બોડવા -૧, ઉના શહેરમાંથી-૩, તાલુકાના કંસારી-૧, વાવરડા-૧, ગીરગઢડા-૧, ફાટસર-૨, તાલાલા-૧, તાલુકાના હડમતીયા-૧, સુત્રાપાડાના થરેલી-૧, સુંદરપરા-૧ પોઝીટીવ દર્દીઓ સામે આવ્યા છે. વેરાવળની શાહીગરા કોલોનીમાં રહેતા ૭૦ વર્ષીય પુરૂષને કોરોના પોઝીટીવ આવતા કોવીડ-૧૯ હોસ્પીટલમાં સારવારમાં આવેલ હતા. જેનું ગઈકાલે સારવાર દરમ્યાન મોત નિપજયુ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!