હાલમાં શંકર ભગવાનની ભકિત કરવા માટેનાં સર્વોતમ એવા પવિત્ર શ્રાવણ માસની આજથી શરૂઆત થઈ ગયેલ હોય દ્વારકા શહેરમાં વિવિધ શિવાલયોમાં વહેલી સવારથી જ ભાવિકોની ભીડ જાેવા મળી રહી છે. શહેરનાં શ્રી ભડકેશ્વર મહાદેવ, શ્રી સિધ્ધેશ્વર મહાદેવ, શ્રી ઋણમુકતેશ્વર મહાદેવ, શ્રી ધીંગેશ્વર મહાદેવ, જગતમંદિરમાં બીરાજતા શ્રી કુશેશ્વર મહાદેવ, ટોકરા સ્વામી મહાદેવ સહિત અલગ-અલગ શિવાલયોમાં વહેલી સવારથી ભાવિકો દ્વારા ભોળીયા નાથને રિઝવવા માટે સોશ્યલ ડીસ્ટન્સ જાળવીને જલાભિષેક દુગ્ધાભિષેક, શિવને પ્રિય એવા બિલ્વપત્ર સહિતની સામગ્રીઓ સાથે ભાવિકોનો સમુદાય શિવપૂજામાં મગ્ન થયેલ જાેવા મળેલ. પુરાણોમાં પણ શિવભકિત માટે શ્રાવણ માસનું વિશેષ મહત્વ હોય તેમજ શ્રાવણ માસમાં બજા પણ વિશેષ તહેવારો આવતા હોય ભગવાનની ભકિત કરવા માટે શ્રાવણ માસ ઉત્તમ ગણાય છે. હાલમાં અનલોક-ર ચાલી રહેલ હોય તેથી શહેરનાં શિવમંદિરોમાં સાદગીપૂર્ણ રીતે શ્રૃંગાર મનોરથ યોજવામાં આવશે. અનલોક-ર ચાલી રહેલ હોય છતા પણ શહેરનાં શિવભકતો દ્વારા શિવભકતો દ્વારા શિવજીનાં ગુણગાન તથા ભકિત માટે ભારે ઉત્સાહ વ્યાપેલો હોય તેથી ભાવિકોની શ્રધ્ધાને ઠેસ ન પહોંચે તે રીતે વહીવટીતંત્ર દ્વારા પણ પુરતો સહયોગ આપવામાં આવે તેવી માંગણી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews