અષાઢી અમાસે ગોમતી સ્નાન કરી ભાવિકોએ પૂણ્યનું ભાથુ બાંધ્યું

0

પવિત્ર યાત્રાધામ દ્વારકામાં અષાઢી અમાસના પાવન અવસરે આવેલા ભાવિકો અને સ્થાનિક લોકોએ ગોમતી નદીમાં સ્નાન કરી પૂણ્યનું ભાથુ બાંધ્યું હતું. દ્વારકાધીશના દર્શન સાથે ગોમતી નદીમાં સ્નાનનું વિશેષ મહત્વ પુરાણોમાં આલેખાયું છે. ‘ગોમતી ગૌ-મય સ્નાનં, ગૌ-દાનં ગોપીચંદનં, દર્શન ગોપીનાસ્ય, ગકારા પંચ દૂર્લભા’ સૌપ્રથમ ગોમતી સ્નાન કરી શરીર ઉપર ગૌ-મય (ગાયનું છાણ) લગાડી ફરી ગોમતીમાં સ્નાન કરવું. ત્યારબાદ ગૌદાન કરવું. ગોપીચંદનનું તિલક કરીઅને ભગવાન ગોપીનાથજી (દ્વારકાધીશ)ના દર્શન કરવા. આ ગોમતી નદીનું મહાત્મ્ય છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!