દ્વારકામાં માસ્ક ન પહેરનાર સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી

0

હાલમાં સમગ્ર ગુજરાતમાં અનલોક-રનો તબ્બકો ચાલી રહ્યો છે. ત્યારે દ્વારકા શહેરમાં પણ નિયોમોનું ચુસ્ત પાલન કરવા માટે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે અને શહેરમાં માસ્ક પહેર્યા વગરનાં સ્થાનીક લોકોને દંડ વસુલીને યોગ્ય સબક શિખવવામાં આવ રહેલ છે. ત્યારે અનલોક-રનાં તબ્બકામાં શહેરનો ટ્રાફીક પ્રશ્ન પોલીસ દ્વારા જાણે કે અભેરાઈએ મુકી દેવામાં આવેલ છે તેવું જણાઈ રહેલ છે. શહેરનાં ગીચ વિસ્તારની ગલઓ તેમજ ભથાણ ચોક, શાકમાર્કેટ ચોક, મુંડાબજાર જેવા ભરચકક વિસ્તારમાં સવારથી જ ટ્રાફીક જામ થયેલો જાેવા મળે છે તેમજ જગતમંદિર આસપાસનાં ગીચ વિસ્તારમાં પણ મોટાપાયે ટુ-વ્હીલર વાહનો આડેધડ પાર્ક થયેલા હોવાનું જાણવા મળેલ છે. ટ્રાફીકનું નિયમન થતું ન હોવાને કારણે હાલમાં સ્થાનીક રાહદારીઓને અવર-જવર માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહેલ છે.
નોંધનીય બાબત છે કે અગાઉ યોજાતા દરેક લોકદરબારમાં ટ્રાફીકનાં પ્રશ્ને શહેરનાં સ્થાનિક આગેવાનોએ જીલ્લા પોલીસ વડાને ફરજીયાતપણે યોગ્ય રજૂઆતો કરેલી જ છે પરંતુ રાજકીય આગેવાનોની રજૂઆતોની હજુ સુધી કોઈ નોંધ દ્વારકા પોલીસ દ્વારા કે ઉચ્ચ અધિકારીઓ દ્વારા લેવામાં આવેલ હોય તેવું જણાતું નથ. તેનો સીધો અર્થ એ થાય છે કે આગેવાનોનાં બુમ-બરાણા માત્ર લોકદરબાર પુરતા જ સીમીત હોય છે જેની અમલવારી માટે દ્વારકા પોલીસ સમર્થ નથી તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. જેથ ટ્રાફીકનો પ્રશ્ન નજરઅંદાજ નહી કરતા આ માટે દ્વારકા પોલીસ દ્વારા ટ્રાફીકનાં પ્રશ્ને પણ પુરતું ધ્યાન આપવામાં આવે તેવી લોકમાંગણી છે. હવે જાેવાનું એ છે કે હાલનાં નવનિયુકત પી.આઈ. ગઢવી શહેરનો ટ્રાફીક પ્રશ્ન હલ કરશે કે કેમ ? તે તો આવનાર સમય જ કહેેશે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!