આજથી શરૂ થયેલા પાવન પર્વ શ્રાવણ માસની ખંભાળિયાના શિવભક્તો દ્વારા ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. શ્રાવણ માસના મંગલ પ્રારંભે ખંભાળિયા શહેર તથા તાલુકામાં આવેલા નાના-મોટા અનેક શિવ મંદિરોમાં વહેલી સવારથી જ શિવભક્તો પૂજન અર્ચન કરવા ઉમટી પડ્યા હતા. જો કે, આ શિવ મંદિરોમાં મોટા ધાર્મિક આયોજનોના બદલે માત્ર જળ, દૂધ, તથા બિલ્વપત્ર અને પુષ્પ વડે ભોળાનાથની પૂજા કરવામાં આવી હતી. અહીંના પ્રાચીન અને પ્રખ્યાત એવા ખામનાથ મહાદેવ, રામનાથ મહાદેવ વિગેરે શિવમંદિરોમાં ચાર પ્રહરની આરતી મર્યાદિત સંખ્યામાં ભક્તો સાથે તથા નિયમોને આધીન કરવામાં આવી રહી છે. શિવ મંદિરોમાં શિવભક્તો દ્વારા વિવિધ ચીજ વસ્તુઓ વડે પૂજન કરી, પુણ્યનું ભાથું બાંધવામાં આવ્યું હતું. શ્રાવણ માસના પ્રથમ દિવસે શિવભક્તોની આરાધના વચ્ચે “હર હર ભોલે”, “જય જય શિવ શંકર” વિગેરે નાદ સાંભળવા મળ્યા હતા.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews