રાજયકક્ષાનાં મંત્રી વિભાવરીબેન દવેએ ઠાકરથાળ હોટલ ગ્રીનલેન્ડની મુલાકાત લીધી

જૂનાગઢનાં હોટલ અને રેસ્ટોરન્ટ ઉદ્યોગ ક્ષેત્રે અગ્રણી જયેશભાઈ ઠાકર ગૃપની હોટલ ઠાકરથાળ અને હોટલ ગ્રીનલેન્ડ જૂનાગઢની મુલાકાતે આવતી પ્રવાસી જનતા માટે ખુબ જ સુવિધાજનક બની રહી છે. ખુબ ટુંકા સમયમાં ઠાકરથાળ અને ગ્રીનલેન્ડ હોટલ લોકપ્રિય થઈ ગઈ છે. ત્યારે ગઈકાલે ગુજરાત સરકારનાં મહિલા અને બાળકલ્યાણ વિભાગનાં રાજયકક્ષાનાં મંત્રી શ્રીમતી વિભાવરીબેન દવેએ હોટલ ઠાકરથાળ અને ગ્રીનલેન્ડની શુભેચ્છા મુલાકાત લીધી હતી અને શુભેચ્છાઓ પાઠવી હતી. જૂનાગઢની મુલાકાતે આવતાં મહાનુભાવો, વીઆઈપીઓ, સ્પોર્ટસમેન અને ફિલ્મ અને સિરીયલનાં કલાકારો અચુકપણે ઠાકરથાળ અને ગ્રીનલેન્ડ હોટલની મુલાકાત લે છે. વિભાવરીબેનની મુલાકાત વખતે મેનેજમેન્ટનાં હાજીભાઈ, ભાણાભાઈ, હનીફભાઈ વગેરે આતિથ્ય સત્કાર કર્યું હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!