રાજયમાં ભાજપના ત્રણ દાયકાના શાસન બાદ પણ પ્રાથમીક સુવિધાના પ્રશ્નોથી પીડાતી પ્રજાના હમર્દદ બનવાનું આહવાન : હાર્દીક પટેલ

0

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ બન્યા બાદ યુવા પાટીદાર નેતા હાર્દિક પટેલ ગઈકાલે તેમના જન્મેદિવસે જગવિખ્યાનત સોમનાથ મહાદેવના દર્શનાર્થે આવી શીશ ઝુકાવ્યું હતું. આ તકે ગીર સોમનાથના કોંગી ધારાસભ્યો અને આગેવાનો સાથે અનઔપચારીક બેઠક કરી હતી. જેમાં હાર્દીક પટેલે સત્તાધારીના ત્રણ દાયકાના શાસન બાદ પણ ગામે ગામે સ્ટ્રીટ લાઇટ, પાણી, સફાઇ જેવા પ્રાથમીક સુવિધાના પ્રશ્નો વ્યાપક પ્રમાણમાં હોય આ સરકારની નિષ્ફળતાને જન જન સુધી પહોંચાડી ગુજરાતના શાસન ઉપર કોંગ્રેસની સત્તારૂઢ કરવાનું કાર્ય કોંગી કાર્યકર કરશે તેવો હુંકાર ભર્યો હતો.
ગઈકાલે સવારે પ્રથમ હાર્દિક પટેલ તેમના સાથીઓ સાથે સોમનાથ મંદિરે જઇ મહાદેવને શીશ ઝુકાવી પૂજા-અર્ચના સાથે ઘ્વજાપૂજા કરી હતી. ત્યારબાદ પરીસરમાંથી મંદિરના શિખર ઉપર તેમની ઘ્વજાનું થઇ રહેલ ધ્વજારોહણ નિહાળ્યું હતું. આ તકે ધારાસભ્ય ભગવાનભાઇ બારડ, વિમલભાઇ ચુડાસમા, ભીખાભાઇ જોષી, મોહનભાઇ વાળા સહિત કોંગી આગેવાનો સાથે રહયા હતા. ત્યારબાદ પત્રકારો સાથેની વાતચીતમાં હાર્દિક પટેલે જણાવેલ કે, કોંગી હાઈકમાન્ડ દ્વારા તેમને મહત્વપૂર્ણ જવાબદારી સોંપી છે ત્યારે રાજયમાં કોંગ્રેસને વધુ મજબુત અને ચેનવતું કરવાના પ્રયાસના ભાગરૂપે સૌરાષ્ટ્રના પ્રવાસના પ્રારંભ સાથે મહાદેવના આર્શીવાદ લેવા આવ્યો છું. આગામી દિવસોમાં કોંગ્રેસ વધુ મજબૂતાઈ સાથે સત્તાધારી ભાજપ પાર્ટી સામે પ્રજાના પ્રશ્નોને લઇ મોર્ચો માંડી લડત કરશે.
ત્યારબાદ હાર્દીક પટેલે વેરાવળમાં કોંગી ધારાસભ્ય વિમલ ચુડાસમાના કાર્યાલય ખાતે કોંગી આગેવાનો અને કાર્યકરો સાથે બેઠક યોજી હતી. જેમાં કાર્યકર્તાઓને જણાવેલ કે, ખાસ સોમનાથ ભૂમિ ઉપર વસેલા જોડીયા શહેરની પાલીકામાં ઘણાં વર્ષોથી પાલીકામાં ભાજપનું શાસન હોવા છતાં શહેરીજનો સફાઈ, રસ્તા, પાણી જેવી પ્રાથમિક સુવિધાને લઈ પારાવાર મુશ્કેલી વેઠી રહયા છે. પાલીકામાં લાંબા સમયના શાસન બાદ પણ સોમનાથ મહાદેવના સાંનિઘ્યનું શહેર અનેક સમસ્યાઓથી પીડાય રહયુ હોય જે અંગે શહેરીજનોને જાગૃત કરવાની મુહિમ ઉપાડવા કાર્યકરોને લાગી જવા અપીલ કરી હતી. ત્યારે આગામી ટૂંક સમયમાં પાલીકાની ચૂંટણી આવી રહી છે. જેમાં કોંગ્રેસ સત્તા સ્થાને આવી પ્રજાની મુશ્કેસલી દુર કરે તે માટે કોંગી આગેવાનો કાર્યકરોને અત્યારથી જ કામે લાગી જવા આહવન કરેલ હતું. આ કાર્યક્રમ બાદ હાર્દીક પટેલ શહેર કોંગ્રેસ પ્રમુખ દિનેશભાઇ રાયઠઠાના નિવાસ સ્થાનની મુલાકાત કરી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!